Aapnu Gujarat
ગુજરાત

પણસોલી નજીક ગાંજો ભરેલી ગાડી પકડાઈ

ઉપરી અધિકારીઓની મળેલી સુચના – બાતમી મુજબ વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ ડભોઇ નજીકના પણસોલી ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમી મુજબની બોલેરો ગાડી નંબર એમપી-૧૦જી-૨૧૫૫ સાંજે ૭ વાગ્યાની આસપાસ આવી પહોંચી હતી જેને રોકી ગાડીની તલાશી લેતાએસ.ઓ.જી.ની ટીમને ગાડીના બોનેટમાંથી અને સીટની પાછળના ભાગથી તથા ગાડીની બોડીના નીચેના ભાગમાંથી પ્રતિબંધિત નશાકારક વનસ્પતિજન્ય ગાંજો જેનું વજન ૭૮.૧૬૫ કિલોગ્રામ મળી આવ્યો હતો જેની કિંમત ૪,૬૮,૯૯૦ છે. ટીમે એસઓજી ટીમે સાથે મળી આવેલ હાજર ત્રણ આરોપીઓ (૧) શાંતિલાલ ભાવલાલ બરડે ઉં. વર્ષ ૨૭,રહે. ચીલારીયા તા. વરલા,જી.બડવાની મધ્ય પ્રદેશ.(૨) નવલસીંગ ભાયસીંગ નારવે ઉ.વર્ષ ૩૦, રહે. ગેરૂધાટી, પો.જામટી,તા.વરલા જી.બડવાની, મધ્ય પ્રદેશ (૩) મનિષ ઉર્ફે.મનોજ નારવે રહે.મહાદેવ,તા.સાંગલી, જી.ધુલીયા, મહારાષ્ટ. આરોપીઓ પાસેથી ગાંજોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સદર આરોપી નં. (૪) બાબુશાહ હુસેનશા ફકીર રહે.વિસનગર, ડોડીયા તળાવ પાછવ, ભરતાન નગર, મહેસાણા ખાતે આપવા જતા હતા. ગાંજાનો મુદ્દામાલ બોલેરો ગાડી સહિત જપ્ત કરવામાં આવ્યો હતો. આમ એસઓજીની ટીમે આવી નશાકારક ગાંજાનો મુદ્દામાલ, બે નંગ મોબાઇલ ફોન તથા આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ અને બોલેરો ગાડી એમ કુલ ૯,૮૭,૦૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

પ્રજાલક્ષી યોજનાકીય લાભો મેળવવા માટેની આવક મર્યાદામાં વધારો કરાયો  : નાયબ મુખ્યમંત્રીનીતિનભાઇ પટેલ

aapnugujarat

કડીમાં નાગરિકતા સંશોધન કાયદાના સંદર્ભમાં શાંતિ સમિતિની બેઠક યોજાયી

aapnugujarat

ચૂંટણી માટે પ્રદેશ ભાજપે પ્રવકતાની કરેલી નિમણૂંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1