Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસની ભારતની અરજી પાકે. ૧૭મી વખત ફગાવી

ઈન્ડિયન નેવીના ઓફિસર રહેલાં કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર આપવાની ભારતની અરજીને પાકિસ્તાને રવિવારે ફગાવી છે. આ ૧૭મી વખત છે કે, જયારે ભારતની અપીલને પાકિસ્તાને ફગાવી હોય. ઈન્ડિયન નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાસૂસીના આરોપસર પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાન આર્મી કોર્ટે ચાલુ વર્ષના એપ્રિલ માસમાં જાધવને ફાંસીની સજા સંભળાવી હતી. જે બાદ તેના પર ઈન્ટરનેશનલ કોર્ટે રોક લગાવી હતી.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,ભારત જાધવને સામાન્ય કેદી ગણાવીને સબૂતો દબાવી રહ્યાં છે.જાધવ કેસને સામાન્ય કેદી અને બંધક બનાવવામાં આવેલા માછીમારી સાથે તુલના કરવામાં આવે તે વાહિયાત છે.ભારતે શનિવારનાં રોજ ૧૭મી વખત જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાની અરજી કરી હતી. પરંતુ પાકિસ્તાને તેને પણ ફગાવી દિધિ છે. જાધવની સાથે જ મુંબઈના હામિદ નેહાલ અંસારી માટે પણ ડિપ્લોમેટિક એક્સેસની માગ કરી હતી. જો કે તે અંગે કોઈ નિર્ણય આવ્યો નથી.

Related posts

આતંકવાદીઓ કાશ્મીરમાં સોફટ ટાર્ગેટ શોધવામાં વ્યસ્ત 

aapnugujarat

कुमार विश्वास के पत्र के बाद अरुण जेटली ने मानहानि केस लिया वापस

aapnugujarat

Poland’s govt declares “red zone” of strict anti-COVID-19 restrictions

editor

Leave a Comment

UA-96247877-1