Aapnu Gujarat
ગુજરાત

મિશન ૧૮૨ : શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર ૧૦ના પેજ પ્રમુખ

ભાજપમાં દિગ્ગજ નેતાઓના પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખની ટકોર બાદ હવે એક પછી એક નેતાઓ પોતાના વોર્ડના પેજ પ્રમુખ બની રહ્યાં છે. ત્યારે હવે આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ ઉમેરાયું છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર ૧૦ ના એક પેજના પ્રમુખ બન્યા છે. પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન ૧૮૨નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા પેજ પ્રમુખ બની ચૂક્યા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પેજ પ્રમુખ બન્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોય કે રૂપાણી સરકારના કેબિટને મંત્રીઓ હોય, ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદો જ કેમ ના હોય… તેઓ મોદી સરકારની કેબિનેટમાં જ કેમ ના હોય… તમામ માટે પેજ પ્રમુખ બનવું ફરજિયાત છે. એટલું જ નહિ, સીઆર પાટીલે પેજ પ્રમુખની જવાબદારી પણ નક્કી કરી છે. જે પેજ પ્રમુખ પોતાના વૉર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તેને જવાબ આપવો પડશે. આ વાત કાર્યકરોને તાલીમ આપતી વખતે સીઆર પાટીલ વારંવાર કહી ચૂક્યા છે. ત્યાં સુધી કે વોર્ડમાં પેજ પ્રમુખનું પરફોર્મન્સ સારું નહીં હોય તો તે નેતાની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ કટ થઈ શકે છે. મતલબ કે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ માટે પેજ પ્રમુખની કામગીરી કોઈ પણ પદ જેટલી જ મહત્વની છે.
જો તે નિભાવવામાં કોઈ ઉણા ઉતરશે તો પાર્ટી જવાબ માગશે. સીઆર પાટીલે તમામે તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો, ૩૩ એ ૩૩ જિલ્લા અને ૨૫૧ તાલુકાઓમાં પેજ પ્રમુખ બનાવવાનું બીડું ઉપાડ્યું છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાતનાં અઢાર હજાર ગામડાંઓમાં આગામી એક અઠવાડિયામાં પેજ પ્રમુખની કામગીરી બાકી રહી ગઈ હશે તે પૂર્ણ કરાશે.

Related posts

હાઈકોર્ટે રખડતા ઢોર મામલે ગુજરાત સરકારનો ઉઘડો લેતા પગલાં લેવાયા

aapnugujarat

હાઉસિંગ બોર્ડના પરિવારોને મકાન માલિકી હક્ક અપાશે

aapnugujarat

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1