Aapnu Gujarat
ગુજરાત

ચાંદોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની મળેલી સૂચના મુજબ વડોદરા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા નાકાબંધી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે ચાંદોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર .એમ. ચૌહાણ તથા અન્ય પોલીસ તંત્રના જવાનો આ બાબતે અસરકારક કામગીરી કરી રહ્યા હતા અને પેટ્રોલિંગમાં હતાં ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે કરનાળી ગામે રહેતો ભરત ઉર્ફે ભૂપીન ગોપાલભાઈ તડવી નામનો વ્યક્તિ કરનાળી – ચાણોદ જવાના રોડ ઉપર આવેલ પોતાના જય કુબેર ઢાબા ઉપરથી વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમી હકીકતના આધારે બે પંચો અને પોલીસના માણસોને સાથે રાખી પોલીસ તંત્રએ સદર બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરતા ત્યાં હાજર વ્યક્તિનું પંચોની રૂબરૂમાં નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ભરતભાઈ ઉર્ફે ભૂપીન તડવી (રહે. ભાથુજી ફળિયું કરનાળી, તા. ડભોઇ જી. વડોદરા) હોવાનું જણાવતા તેને સાથે રાખીને સ્થળ ઉપર તપાસ કરતાં તેના ઢાબામાંથી તથા ઢાબાની પાછળ આવેલ કોતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીમ મળી કુલ ૪૩૭ બોટલ જેટલો જથ્થો જેની કિંમત રૂ.૧,૦૮,૫૦૦/-ની તથા પકડાયેલા વ્યક્તિની અંગત ઝડપી કરતા તેની પાસેથી ફોન જેની કિંમત ૫૦૦૦ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૧૩,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સ્થળ ઉપરથી હાજર મળી આવેલ વ્યક્તિ તથા ભુટાખાન તાલબખાન સિંધી (રહે.સુરા શામળ, દેરાવાળું ફળિયું, તા. શિનોર જી. વડોદરા)નેે સદર ઈસમને આ મુદ્દામાલ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં પ્રો.હી.૬૫ – એ,ઈ -૮૧ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદાકીય કાર્યવાહી આરંભી દેવાવમાં આવી છે. આમ ચાંદોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પોલીસના જવાનોને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપલો કરતા ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે અને ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિદ્યાર્થીઓને વાહક જન્ય રોગ નિયંત્રણ અંગે માહિતી અપાઈ

aapnugujarat

Gujarat to host various farmers’ welfare programmes on forthcoming birthday of former PM late Mr Vajpayee on Dec. 25th, ‘Good Governance Day’

editor

Leave a Comment

UA-96247877-1