Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપ્યો

પંચમહાલ જીલ્લામાં અખાદ્ય ગોળ પકડાવાનો સિલસિલો બીજા દિવસે પણ જાણે યથાવત રહ્યો હતો. હાલોલમાં આવેલા એક ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો પકડાયાબાદ આજે ગોધરા ખાતે ગીંદવાણી રોડ આવેલા ગોડાઉનમાંથી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવીને લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડીને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલી એક ટ્રેડસના ગોડાઉનમાં “અખાદ્ય ગોળનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી સાથે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસની ટીમે છાપો માર્યો હતો જેમાં ગોડાઉનમાં રાખવામાં આવેલો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસ પણ આટલી મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો જોઇને ચોંકી ઉઠી હતી. એક અનુમાન મુજબ આ જથ્થો લાખો રૂપિયાનો હોય શકે છે. હાલ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છેકે સોમવારેના રોજ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો અખાદ્ય ગોળનો જથ્થો આરઆરસેલ અને હાલોલ પોલીસની સંયુક્ત ટીમે પકડી પાડ્યો હતો. આ અખાદ્ય ગોળનો ઉપયોગ મોટાભાગે દેશી દારૂ બનાવવા માટે થાય છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

सिर्फ ७६९७ लाइसेंस प्रशासन द्वारा ऑनलाइन जारी किए गए

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના ૧૬૬ કેસ થયા

aapnugujarat

बुलेट ट्रेन रुट पर महिने १० करोड़ का नुकसान 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1