Aapnu Gujarat
રાષ્ટ્રીય

એક જ પ્રોડક્ટ માટે જુદી જુદી એમઆરપી સામે મનાઈ

સરકારે કંપનીઓને એક જ પ્રોડક્ટ જુદા જુદા એમઆરપી પર વેચવાની મનાઈ ફરમાવી છે જેના કારણે ગ્રાહકોને રાહત મળશે જેઓ એરપોર્ટ, મોલ અને સિનેમા પર ચાર્જ કરવામાં આવતા અલગ અલગ ભાવથી પરેશાન છે.લિગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટી) રુલ્સ, ૨૦૧૧ના ફેરફારોના ભાગરૂપે આ આદેશ આપવામાં આવ્યો છે જે ૧ જાન્યુઆરી ૨૦૧૮થી અમલમાં આવશે. લિગલ મેટ્રોલોજી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, અમે ઉત્પાદકોને સમય આપી રહ્યા છીએ જેથી તેઓ અનુપાલન કરી શકે.ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, તેણે વિચારવિમર્શ કર્યા બાદ સંતુલિત વલણ અપનાવ્યું છે. નિયમોના અમલીકરણના અનુભવ અને શેરહોલ્ડર્સ સાથે મંત્રણા બાદ ડિપાર્ટમેન્ટે નિયમો બદલ્યા છે જેનાથી ગ્રાહકોનું રક્ષણ થશે અને બિઝનેસ કરવાની સરળતા પણ વધશે.નિયમોમાં એક ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ એકસમાન પ્રિ-પેકેજ્ડ કોમોડિટી પર અલગ અલગ એમઆરપી (ડ્યુઅલ એમઆરપી) નહીં રાખી શકે, સિવાય કે આ માટે કાયદાકીય મંજૂરી મળી હોય. તેનાથી ગ્રાહકોને ફાયદો થશે કારણ કે સિનેમા, મોલ, એરપોર્ટ વગેરે પર અલગ એમઆરપી વસૂલવા સામે તેમણે ફરિયાદ કરી છે.

Related posts

કર્ણાટક સરકાર પર સંકટના વાદળો

aapnugujarat

ઇસરો નિષ્ફળતાને ભુલી નવા લોન્ચની તૈયારીમાં

aapnugujarat

સમયસર ટેક્સ રિટર્ન નહીં ભરવાથી મુશ્કેલી થઈ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1