Aapnu Gujarat
બિઝનેસ

સેમસંગ અને શાઓમી જુલાઈમાં ભાવ નહીં વધારે

જીએસટીના અમલ પહેલાં ઘણી પ્રોડક્ટ્‌સમાં ભલે ’મેગા સેલ’ની મોસમ હોય, પણ ટોચની મોબાઇલ હેન્ડસેટ બ્રાન્ડ્‌સ પહેલી જુલાઈથી મોંઘી નહીં થાય. સેમસંગ, શાઓમી, ઓપો, જીઓની, ઇન્ટેક્સ અને લાવાએ જીએસટીના અમલ પછી કોસ્ટમાં વધારો થાય તો ભાવવધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.રિટેલર્સે કંપનીઓ પાસેથી સ્ટોક ખરીદવાનું બંધ કર્યું છે અને કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સે ઇન્વોઇસિંગ, સ્ટોક પર ચુકવાયેલી ડ્યૂટીની ક્રેડિટનો ક્લેમ તેમજ અન્ય બાબતોની સ્પષ્ટતા બ્રાન્ડ્‌સ દ્વારા નહીં થાય ત્યાં સુધી એક સપ્તાહ માટે વેરહાઉસ બંધ રાખ્યાં છે.જીઓનીના એમડી અરવિંદ વોહરાએ જણાવ્યું હતું કે, ભાવ પર કોઈ અસર નહીં થાય. શાઓમી અને લાવાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલી જુલાઈથી જીએસટી અમલી બનશે ત્યારે હેન્ડસેટ કંપનીઓ ભાવમાં ફેરફાર નહીં કરે. લાવા ઇન્ટરનેશનલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (પ્રોડક્ટ હેડ) ગૌરવ નિગમે જણાવ્યું હતું કે, પગલાનો હેતુ તમામ ગ્રાહકો માટે અમારી પ્રોડક્ટ્‌સની ખરીદીને સરળ બનાવવાનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેમસંગ અને ઓપો પણ વર્તમાન મોડલ્સના ભાવમાં વધારો નહીં કરે. જોકે, નવાં મોડલ્સના ભાવ ૧૨ ટકાના જીએસટી દરને આધારે નક્કી કરવામાં આવશે. જોકે, સેમસંગ અને ઓપોએ સત્તાવાર રીતે આ બાબતે કોઈ માહિતી આપી ન હતી. ઇન્ટેક્સ ટેક્‌નોલોજિસના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર રાજીવ જૈને જણાવ્યું હતું કે, નવાં મોડલ્સના ભાવ વધી શકે, પણ એ સ્ટ્રેટેજી મોડલ આધારિત રહેશે.ઉદ્યોગના ડેટા પ્રમાણે ભારતમાં વેટ લાગુ હોય એવા ૩૬માંથી ૨૯ સ્થળે મોબાઇલ ફોન પર પાંચ ટકા વેટ ઉપરાંત, ૧ ટકા એક્સાઇઝ ડ્યૂટી લાગતી હતી. એનો અર્થ એ થયો કે, દેશમાં મહદ્‌ અંશે કુલ ટેક્સ ઇન્સિડન્સ ૬ ટકા છે. ૧૨ ટકા જીએસટીને કારણે ભાવમાં ૪-૫ ટકા વધારો થશે.પંજાબ, રાજસ્થાન અને ચંદીગઢમાં ટેક્સ ઇન્સિડન્સ હાલ ૮-૯ ટકા હોવાથી ભાવવધારો સાધારણ રહેશે. જોકે, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વેટનો દર ૧૨.૫થી ૧૫ ટકાની રેન્જમાં છે અને બ્રાન્ડ્‌સ ગ્રાહકોને લાભ આપશે તો મોબાઇલ હેન્ડસેટના ભાવમાં ૨-૩ ટકા ઘટાડો થવાની શક્યતા છે.વિશ્લેષકોના જણાવ્યા અનુસાર હેન્ડસેટ બ્રાન્ડ્‌સ કેટલાંક રાજ્યોમાં ટેક્સના લાભનો ઉપયોગ કરી શકશે. અત્યારે સ્ટોક ખરીદવામાં ખચકાટ અનુભવી રહેલા ડિસ્ટ્રિબ્યુટર્સ માટે કંપનીઓ જુલાઈમાં ઇન્સેન્ટિવ જાહેર કરે તેવી શક્યતા છે.કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એનાલિસ્ટ તરુણ પાઠકે જણાવ્યું હતું કે, બ્રાન્ડ્‌સ માસિક વેચાણના ચોક્કસ ટાર્ગેટ પર કેશ બેક સહિતના વિવિધ ઇન્સેન્ટિવ્સ ઓફ કરી શકે. ઉપરાંત, ડિસ્ટ્રિબ્યુટર્સના ક્રેડિટ ગાળામાં વૃદ્ધિ અથવા નહીં વેચાયેલા સ્ટોકને પરત ખરીદવા સહિતનાં પગલાં જાહેર કરે તેવી શક્યતા છે. જોકે, ઓફરનો આધાર જે તે રાજ્ય અને બ્રાન્ડ પર રહેશે.

Related posts

आरबीआई ने रेपो रेट और रिवर्स रेपो रेट में की कटौती

aapnugujarat

રિલાયન્સ કોમ્યુનિકેશન સામે દેવાળા પ્રક્રિયા પર સ્ટે દૂર થયો

aapnugujarat

जीएसटी में खत्म होंगे १२ और १८ प्रतिशत के टैक्स स्लैब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1