Aapnu Gujarat
ગુજરાત

કોરોના વાયરસ ભગાવો નવરાત્રિ ઉત્સવ ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા ઉજવાયો

ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ગાંધીનગર પરિવાર તરફથી કોરોના ભગાવો આરતી અને જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ ખૂબ ધુમધામથી ૭ દિવસ સુધી અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન આદરણીય હિતેશ પંડ્યાની ગાઈડ લાઈન પ્રમાણે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરી સરકારમાંથી મંજૂરી લઈ કાયદેસર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપ પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા જન જાગૃતિ આરતી સુંદર રીતે દરેક સેક્ટરમાં રજૂ કરવામાં હતી, તેઓ દ્વારા કોરૉનાથી નહીં ડરવા પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ સાવચેતી રાખવા જણાવાયું હતું અને માતાજીને પ્રાર્થના કરી હતી કે ગાંધીનગર નહીં, ગુજરાત નહીં, ભારત નહીં પણ પૂરા વિશ્વમાંથી આ રાક્ષસરૂપી કોરોના વાયરસ મહામારી દૂર થાય તેવી બધા લોકો વતી અરજ કરી હતી. પતંજલિની કોરોલિન દવા વધુ અસરકારક છે તે કોરૉના વાયરલને જલ્દી ઠીક કરેછે, તે કેવી રીતે લેવી તેની માહિતી આપી હતી, ઉકાળો કેવી રીતે બનાવી લેવો તેની માહિતી આપી હતી. પ્રમુખ રાધેશ્યામ યાદવ દ્વારા કોરોના થાય તો શું કરવું અને કઈ દવા લેવી તેની માહિતી સુંદર રીતે આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સેક્ટર પ્રમાણે કરવામાં આવ્યો હતો જેની વિગત નીચે મુજબ છે. પહેલો દિવસ શ્રી પંચદેવ મંદિર સેક્ટર ૨૨, બીજો દિવસ સેક્ટર ૨૨ શોપિંગ સેન્ટર ખાતે, ત્રીજા દિવસ સેક્ટર ૧૨ નવરાત્રિ ચોક, ચોથા દિવસે સેક્ટર ૨૬ નવરાત્રિ ચોક, પાંચમો દિવસ સેક્ટર ૧૪ શિવશક્તિ સોસાયટી નવરાત્રિ ચોક, છઠ્ઠા દિવસ સંકલ્પ સિદ્ધિ હનુમાન મંદિર સેક્ટર ૨૧ ખાતે અને સાતમા દિવસે પંચદેવ મંદિર ખાતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જે આરતી કાર્યક્રમ શ્રી પંચદેવ મંદિર સેક્ટર ૨૨ ખાતે છેલ્લી આરતી કરવામાં આવી હતી. ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ગાંધીનગર પરિવારના નીચે મુજબના પદાધિકારીઓ અને સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા. રાધેશયામ યાદવ (પ્રમુખ), ડૉ. ગુલાબચંદ પટેલ (ઉપપ્રમુખ). મંગળસિંહ સોલંકી (એડવોકેટ),કે. આઇ. પટેલ (સેક્રેટરી), મનિષા ગોહેલ, જયેશ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતાં. સંજીવ યાદવ, અંકિત યાદવ, મહેન્દ્રસિંહ સોલંકી, લાલસિંહ વાઘેલા, સુરેન્દ્રસિંહ યાદવ, મહેન્દ્ર ચૌહાણ, કાંતિભાઈ પટેલ (એડવોકેટ) એ કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી.


ડૉ ગુલાબચંદ પટેલ (ઉપ પ્રમુખ)
ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ

Related posts

મહુવાથી ૧૦ લાખની લુંટ કરનારા લુટેરા ઝડપાયા

editor

ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે

editor

कांग्रेस के चार कार्यकारी प्रमुख नियुक्त कर कार्य सौंपा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1