Aapnu Gujarat
રાષ્ટ્રીય

નૈનીતાલ, મસૂરીમાં ટૂરિસ્ટોને મજા પણ સ્થાનિકોને ટ્રાફિકજામનાં કારણે સજા

ટૂરિસ્ટ સીઝનમાં આ વર્ષે નૈનીતાલ અને મસૂરીનાં રહેવાસીઓ રોષે ભરાયા છે. શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થવાનાં કારણે ત્યાનાં સ્થાનિક લોકો કંટાળી ગયા છે.
જાણવા મળ્યું છે કે, ત્યાં દરરોજ ૧૦૦૦ વાહનો હિલ સ્ટેશનમાં આવતા હતા, જે હવે વધીને ૨૦૦૦ થઈ ગયા છે. તે ઉપરાંત વીકેન્ડમાં તો આ આંકડો વધીને ૧૦,૦૦૦ થઈ જાય છે.હવે પરિણામે બન્યું છે એવું કે કુદરતી સૌંદર્યની મજા લેવા આવતા સહેલાણીઓએ ત્યાના સ્થાનીક લોકોને તેમના જ શહેરમાં બંધ કરી દીધા છે. તલ્લીતાલ અને મલ્લીતાલ વચ્ચેનાં મૉલ રોડ પર તો સ્થિતિ વધારે ગંભીર થઈ જાય છે. ત્યાંના રહેવાસી નવીન તિવારીનાં મુજબ,જ્યારે માલ રોડ બંધ થઈ જાય છે, ત્યારે બાજુના રોડ પર ટ્રાફિક જામ થઈ જાય છે ત્યાંથી ડાઈવર્ઝન આપી દેવાય છે, જેના કારણે લોકોને બહું મુશ્કેલી ઉઠાવવી પડે છે.મસૂરીનાં હાલ પણ કંઈ બહું સારી નથી, ત્યાંના એક પ્રખ્યાત લેખક રસ્કિન બૉન્ડે જણાવ્યું, વીકેન્ડમાં તો ઘરમાંથી બહાર જવાનું ખૂબ જ અઘરુ થઈ ગયું છે. રસ્તાઓ ઉપર ગાડીઓની લાંબી લાંબી લાઈનો લાગે લી હોય છે. ગયા મહિને ઉત્તરાખંડ હાઈ કોર્ટે નાની બસોને શહેરમાં આવવા માટે પ્રતિબંધ કર્યો હતો, જેથી થોડી શાંતી મળી હતી. પરંતુ ફરીથી જેમ હતુ એમ થઈ ગયું છે.ટ્રાફિક જામ થવાના કારણે ત્યાંની સ્કૂલોમાં ચાર દિવસની વધારાની રજાઓ આપવી પડી. બુધવારે તો મનાલી-લેહ હાઈવે પર ૧૭ કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેમાં આવવા-જવાનાં થઈને કુલ ૧૨૦૦ સહેલાણીઓ ફસાયા હતા.

Related posts

इसरो ने एकसाथे ३१ सेटेलाईट लाॆन्च किये

aapnugujarat

વડાપ્રધાન મોદીએ લિઝ ટ્રસને બ્રિટિશ પીએમ બનવા બદલ આપ્યા અભિનંદન

aapnugujarat

શિવસેનાને મહારાષ્ટ્રમાં ૨૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પણ નહીં મળે, રાણેએ કર્યો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1