Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેટલાક લોકો દલિત, મુસ્લિમ અને આદિવાસીને મનુષ્ય સમજતા જ નથી : રાહુલ ગાંધી

હાથરસની ઘટના પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી યુપી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી કહ્યુ છે કે શરમજનક સત્ય એ છે કે કેટલાક ભારતીય દલિત, મુસલમાન અને આદિવાસીઓને મનુષ્ય સમજતા જ નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈનો રેપ થયો નથી કેમ કે તેમના માટે અને કેટલાક બીજા ભારતીયો માટે તે પીડિતા કંઈ હતી નહીં.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક રિપોર્ટની ટીકા કરતા આ પ્રતિક્રિયા આપી છે. પોલીસ અને રાજ્ય સરકારના અધિકારી વારંવાર રેપની ઘટનાથી ઈનકાર કરી રહ્યા છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસની ઘટનાને લઈને યુપી સરકાર પર શરૂઆતથી જ નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધી હાથરસમાં પીડિત પરિવારના ઘરે પણ ગયા હતા તેમની સાથે મુલાકાત કરી હતી. રાહુલે કહ્યુ હતુ કે યુપી સરકાર ઈચ્છવા છતાં પણ પીડિત પરિવારની સાથે મનમાની કરી શકશે નહીં, કેમ કે હવે આ દેશની દિકરીને ન્યાય અપાવવા સમગ્ર દેશ સાથે છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે ઉભા છીએ અને ન્યાય અપાવવામાં પૂરી મદદ કરીશુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે પીડિતાના મૃતદેહને અડધી રાતે કેમ સળગાવવામાં આવ્યો? પીડિત પરિવારને ધમકી કેમ આપવામાં આવી રહી છે અને તેમને નિવેદન બદલવા પર મજબૂર કેમ કરવામાં આવી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ આ કેસમાં પીડિત પરિવાર તરફથી હાથરસ ડીએમને હટાવવા અને આ ઘટનાની કાયદાકીય તપાસની માગ કરી હતી.

Related posts

LPG સબસિડી છોડનાર લોકો ફરી લાભ ઉઠાવી શકે

aapnugujarat

બે દિવસની હડતાળથી ફટકો : વિવિધ સેવાઓ ઠપ : પશ્ચિમ બંગાળ અને કેરળમાં હિંસા

aapnugujarat

हिमाचल में महिला के साथ 7 युवकों ने किया गैंगरेप

editor

Leave a Comment

UA-96247877-1