Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલની બેદરકારી આવી સામે

હિંમતનગર બસ સ્ટેશન પાસે આવેલ માં ગાયનેક હોસ્પિટલમાંથી રોડ ઉપર ખુલ્લામાં દર્દીઓનું લોહી અને મેડીકલ વેસ્ટ છોડવામાં આવી રહ્યા છે. જોકે પરેશાન થયેલા અહીંના સ્થાનિક લોકોનો અવાજ પાલિકા સત્તાધીશો સાંભળતા નથી કેમ કે ડૉક્ટરનાં માતા પાલિકાના ઉપ પ્રમુખ છે. હિમતનગરનાં આરોગ્ય નગર સામે આવેલા વિસ્તારનાં રહીશો છેલ્લાં ઘણાં સમયથી પરેશાન થઇ ગયા છે અને તેમની પરેશાનીનું કારણ છે માં ગાયનેક હોસ્પિટલ. આ ગાયનેક હોસ્પિટલમાંથી મેડીકલ વેસ્ટ તો ખરો પણ દર્દીઓનું લોહી સ્થાનિક રહેવાસીઓના અવર જવરના મુખ્ય રસ્તા પર જ વહી રહ્યું છે અને રસ્તા પરથી વહેતું લોહી સીધું તેમના પવિત્ર સ્થાનક એવા ચામુંડા માતાજીના મંદિર તરફ જઈ રહ્યું છે. જોકે આ બાબતે માં ગાયનેક હોસ્પિટલના ડૉક્ટર સામે કો કહી શકતું નથી કેમ કે ડૉક્ટરનાં માતા નગર પાલિકાના ઉપપ્રમુખ છે. હિંમતનગર નગર પાલિકામાં સ્થાનિક લોકોએ અનેકવાર આ બાબતે રજૂઆત કરી છે. જોકે ડૉ. વિશાંગ પટેલની માતા પાલિકના ઉપ પ્રમુખ હોવાને લઈને લોકોની રજૂઆત પાલિકા સત્તાધીશોના કાને પહોંચતી નથી. અમારી ટીમ આ સ્થળ પર ગઈ તો અન્ય એક ડૉક્ટર ત્યાં દોડી આવ્યા અને આ લોકોની પરેશાની ટૂંક સમયમાં હલ કરવાની ખાતરી આપવા લાગ્યાં. “ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને બધું માફ કહેવત અંતર્ગત હાલમાં આ ગરીબ લોકોની સમસ્યા કોઈ નહીં સાંભળે કેમ કે ડૉક્ટર પાલિકા સત્તાધીશનો પુત્ર છે. જો અન્ય કોઈ હોત તો પાલિકા તો ખરી જ પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ દોડી આવ્યું હોત પણ હવે જોવું રહ્યું કે ઉચ્ચ કક્ષાએથી સ્થાનિક લોકોને ક્યારે ન્યાય મળશે અને હોસ્પિટલના ડૉક્ટર ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવું જ રહ્યું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સ્પા સેન્ટર માલિકનો તોડ કરનાર ચાર ઝડપાયા

aapnugujarat

અનુસૂચિત જાતિઓના યુવા સમુદાય માટે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં  આઠ વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરો યોજાશે

aapnugujarat

દાહોદ ભાજપ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈ પૌષ્ટિક આહાર આપવામાં આવશે. 3 માસ સુધી બાળકનું મેડિકલ કરાવી ધ્યાન રાખી સૂપોષીત કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1