Aapnu Gujarat
રાષ્ટ્રીય

શ્રીનગરના બાટામાલૂમાં ત્રણ આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓની ગતિવિધિઓ વધી ગઈ છે. શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે જ શ્રીનગરના બાટામાલૂ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલિસ અને સીઆરપીએફના જવાનોએ મોરચો સંભાળી રાખ્યો છે. લેટેસ્ટ માહિતી મુજબ સુરક્ષાબળોએ અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. વળી, સેનાના એક ઑફિસર પણ ઘાયલ થયાની સૂચના મળી રહી છે. શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં થયેલ અંધાધૂન ગોળીબારમાં એક મહિના નાગરિકનું પણ મોત થયું છે.
સર્ચ ઑપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ ત્યારબાદથી બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ પહેલા સોમવારે પુલવામાના મારવાલ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ઘણા કલાકો સુધી અથડામણ ચાલી હતી. સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ સેના અને જમ્મુ કાશ્મીર પોલિસ બળથી સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ. સર્ચ ઑપરેશન દરમિયાન આતંકીઓએ ગોળી વરસાવવી શરૂ કરી દીધી ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.
વળી, મંગળવારે જમ્મુ કાશ્મીર પોલિસે હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનના એક મોટા જૂથનો ભાંડાફોડ કર્યો હતો. પોલિસને માહિતી મળી હતી કે કાશ્મીરના ત્રણ યુવકોનુ એક સંગઠન પાકિસ્તાની આતંકીના સંપર્કમાં છે. પોલિસે ત્રણે યુવકોની ઓળખ કરી લીધી. ત્રણેની ધરપકડ બાદ ભારે માત્રામાં હથિયાર અને ઈલેક્ટ્રીક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા.

Related posts

અમરનાથમાં દર્શન કરનારની સંખ્યા ૨.૪૬ લાખથી વધુ

aapnugujarat

सिर्फ भाजपा ऐसी पार्टी है जिसमें कोई भी अध्यक्ष बन सकता है : जेपी नड्डा

aapnugujarat

J&K टेरर फंडिंग मामला : इंजीनियर रशीद को NIA ने किया गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1