Aapnu Gujarat
મનોરંજન

કોર્ટમાં આવવાનું ટાળતા સલમાનથી ન્યાયાધિશ નારાજ, હાજર થવાનું ફરમાન

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ વધી તેવી શક્યતા જોવા મળી રહી છે, જોધપુરમાં કાંકાણી હરણ શિકાર કેસ તથા આર્મ્સ કેસમાં જોધપુર જીલ્લા અને સેસન્સ કોર્ટનાં ન્યાયાધિશ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટમાં સુનાવણી પડતર હતી, તે અંતર્ગત સલમાન વતી તેનાં વકીલ હસ્તીમલ સારસ્વત કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતાં, તે ઉપરાંત સરકાર વતી પીપી મગારામ કોર્ટમાં હાજર રહ્યા હતા, જે અંગે કોર્ટે સ્પષ્ટ સુચના આપી કે આગામી ૨૮ સપ્ટેમ્બરનાં દિવસે કોર્ટમાં સુનાવણી શરૂ કરવાની છે, તે સાથે જ આ દરમિયાન કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે હરણ શિકાર કેસમાં સીજેએમ ગ્રામીણ કોર્ટે સલમાન ખાનને ૫ વર્ષની સજા ફટકારી હતી, પરંતું સલમાને જીલ્લા અને સેસન્સ કોર્ટમાં આ સજા વિરૂધ્ધ એક અપિલ કરી હતી, તે ઉપરાંત તેણે વિભાગનાં અધિકારી વિરૂધ્ધ ખોટી જુબાની આપવાનાં કેસમાં અરજી આપી હતી, ત્યારથી આ કેસની સુનાવણી બાકી હતી.
સલમાન ખાનનાં હથિયારોની લાયસન્સ અવધી પુરી થઇ ગઇ હતી, તેમ છતા તેણે કોર્ટમાં એક વચન પત્ર રજુ કરીને જણાવ્યું કે તેનું લાયસન્સ ખોવાઇ ગયું છે, તથા તેણે મુંબઇનાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લાયસન્સ ખોવાયું હોવાની એફઆઇઆર પણ નોંધાવી હતી, જોકે રાજસ્થાન સરકારે કોર્ટમાં એક અરજી રજુ કરીને કોર્ટને જણાવ્યું કે સલમાન ખાને જુઠ્ઠું વચન પત્ર આપીને કોર્ટને ગુમરાહ કરી છે, તેણે લાયસન્સ હોવાની વાત કહીં હતી પરંતું તેણે લાયસન્સ રિન્યું માટે અરજી આપી હતી.
સલમાન ખાન વિરૂધ્ધ હરણ શિકાર અને આર્મ્સ એક્ટ કેસ સંદર્ભે આગામી ૨૮ સપ્ટેમ્બરનાં દિવસે દલીલો શરૂ થશે, આ સમયગાળા દરમિયાન સલમાન ખાનને કોર્ટમાં હાજર રહે તે માટેનાં હુકમ આપવામાં આવ્યા છે, અત્યાર સુધી સલમાન કોરોના વાયરસ સંક્રમણનું બહાનું બતાવીને કોર્ટમાં હાજર રહેવાનું ટાળતો હતો, જો કે સલમાનનો રેકોર્ડ છે કે જ્યારે પણ કોર્ટે આ વખતે સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે.

Related posts

ઘણા નવા નિયમો બાદ ખુલી શકે છે થિયેટર્સ, જાણી લો નવા નિયમો

editor

એશ્વર્યા રાય ૬૦ના દશકની ફિલ્મની રીમેકમાં હવે રહેશે

aapnugujarat

सैफ अली खान ने अपने मानवीय रावण वाले बयान के लिए ट्रोल होने के बाद मांगी माफी

editor

Leave a Comment

UA-96247877-1