Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંસદના ચોમાસુ સત્રમાં નહીં હોય પ્રશ્નકાળ

કોરોનાના સંકટને પગલે સંસદીય કાર્યવાહીમાં મોટા ફેરફાર થઇ રહ્યા હતા. ૧૪ સપ્ટેંબરથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસું સત્રમાં પ્રશ્ન કાળ નહીં હોય એવી સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ ચોમાસું સત્ર પહેલી ઑક્ટોબર સુધી ચાલશે. આઝાદી પછી સંસદના ઇતિહાસમાં પહેલીવાર પ્રશ્ન કાળ નહીં હોય. પહેલે દિવસે સવારે નવ વાગ્યે લોકસભા કાર્યવાહી શરૂ કરશે અને એક વાગ્યે બેઠક પૂરી થશે. ત્યારબાદના દિવસોએ લોકસભાની બેઠક બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. લોકસભા સચિવાલયે આ પ્રકારના સમયપત્રકની જાહેરાત કરી હતી. આ ચોમાસું સત્રમાં પ્રાઇવેટ મેમ્બર બિઝનેસ નહીં હોય. એજ રીતે રાજ્યસભા પણ પહેલે દિવસે એટલે કે ૧૪મી સપ્ટેંબરે બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી ચાલશે.
શનિવાર રવિવારની રજા નહીં રહે. આ બંને દિવસોએ પણ સંસદની બેઠક રાબેતા મુજબ ચાલુ રહેશે. ૧૪ સપ્ટેંબરથી પહેલી ઑક્ટોબર સુધીમાં કુલ ૧૮ બેઠકો યોજાશે. સંસદમાં પ્રશ્ન સમય નહીં હોય પરંતુ શૂન્ય કાળ હશે. લોકસભા સચિવાલયે વધુમાં જણાવ્યા મુજબ જે સાંસદોને બેઠકમાં સામેલ થવાની પરવાનગી હશે તેમનેજ બોલાવવામાં આવશે. કયા દિવસે કોણે હાજરી આપવાની છે એની જાણ મેમ્બર પોર્ટપ પર આપવામાં આવશે.
એ સિવાય કોઇ સાંસદ ગૃહને નોટિસ આપવા માગતા હોય તો તેમણે ૯મી સપ્ટેંબર પહેલાં સચિવાલયને જાણ કરવાની રહેશે એમ આ જાહેરાતમાં જણાવાયું હતું. લોકસભા સચિવાલયની આ જાહેરાતનો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સામાન્ય રીતે સાંસદોએ પંદર દિવસ પહેલાં પોતાનો સવાલ સબમિટ કરવાનો હોય છે. સત્રની શરૂઆત ૧૪ સપ્ટેંબરે થઇ રહી છે. કોરોનાને આગળ કરીને પ્રશ્ન કાળ શા માટે રદ કરાઇ રહ્યો છે. ૧૯૫૦ પછી પહેલીવાર સાંસદો સરકારની કામગીરી અંગે સવાલ પૂછવાનો અધિકાર ગુમાવી રહ્યા હતા. લોકશાહીમાં આવું શી રીતે ચાલી શકે.
પ્રશ્નકાળ ન રાખવા અંગે વિપક્ષના સાંસદ નારાજ, શશિ થરુરે કહ્યું- લોકતંત્ર અને વિરોધના અવાજને દબાવવા માટે સરકાર મહામારીનું બહાનું બનાવી રહી છે
૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના ચોમાસા સત્રમાં કોરોનાના કારણે પ્રશ્નકાળ નહીં થાય. રાજ્યસભા સચિવાયલે બુધવારે જ આ નોટિફિકેશન જાહેર કર્યું હતું. સરકારના આ નિર્ણયનો વિપક્ષના સાંસદ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, મે ચાર મહિના પહેલા જ કહ્યું હતું કે લોકતંત્ર અને વિરોધના સુર દબાવવા માટે મહામારીનું બહાનું બનાવાશે. મોડેથી શરૂ થઈ રહેલા સત્ર માટે એકદમ શાંતિથી કહી દીધું કે, પ્રશ્નકાળ નહીં યોજાય. અમને સુરક્ષિત રાખવાના નામે આને જસ્ટિફાઈ કેવી રીતે કરી શકાય?

Related posts

भू-माफिया की लिस्ट में शामिल हो सकते हैं आजम

aapnugujarat

तेलंगाना में बाढ़ से मरने वालों की संख्या बढ़कर 70 हुई

editor

16 मार्च से बदल जाएंगे ATM से पैसे निकालने के नियम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1