Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરનો માલધારી સમાજ નગરપાલિકાથી નારાજ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક તરીકે ઓળખાતા હિંમતનગર ખાતે પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રસ્તે રખળતી ગાયો પકડવાનું કાર્ય હાથ ધરાયું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી જાહેર રસ્તે રખડતી ગાયોને પાલિકા દ્વારા પકડી પાડી પાંજરે પુરવામાં આવે છે. આ કામને લઇ પાલિકાના સત્તાધીશો ઉપર ગૌ પ્રેમી અને માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. માલધારી સમાજનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા રસ્તે રખડતી ગાયો પકડવામાં આવે છે તે યોગ્ય કાર્યવાહી છે પરંતુ પાલિકા દ્વારા ગાયોને જે વાહનમાં ભરવામાં આવે છે તે વાહનની કેપેસીટી કરતા વધારે ગાયોને ક્રુરતાપૂર્વક વાહનમાં ભરવામાં આવતી હોય છે. આવે છે. ગાયોને શહેરના ભોલેશ્વર વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવેલ ડબ્બામાં પુરવામાં આવતી હોય છે જેની કેપિસિટી ૧૦ થી ૧૫ ગાયોની જ હોય છે પરંતુ તેમાં ૩૦ થી ૩૫ ગાયો ભરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા બનાવેલ ડબ્બામાં ગાયો માટે પ્રાથમિક સગવડ પણ કરવામાં આવેલ નથી ગાયોને જે ડબ્બામાં પુરવામાં આવે છે તેનાં ઉપર છત કે કોઈપણ શેડ બનાવવામાં આવ્યો નથી. નિયમિત ઘાસચારાની પણ સગવડ કરવામાં આવતી નથી. આ તમામ આક્ષેપોને લઇ માલધારી સમાજે અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા હિંમતનગર નગરપાલિકાના સત્તાધીશોને મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે ગૌપ્રેમીઓને આશ્વાશન પણ આપવામાં આવ્યું હતું. જો આ ઘટનાને લઇ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે માંગણી સંતોષવામા નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી.


(તસવીર / અહેવાલ / વિડિયો :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલની રિમાન્ડ અવધિ પાંચ દિન વધી

aapnugujarat

गोधराकांडः ११ को फांसी की सजा कोर्ट ने उम्रकैद में बदली

aapnugujarat

આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરાવવા માટે અરજી થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1