Aapnu Gujarat
રમતગમત

વાવરિંકા સામે એક સેટ જીત્યા બાદ સુમિત નાગલનો પરાજય

ભારતનો સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલ ધીમે ધીમે વર્લ્ડ લેવલે પ્રભાવશાળી દેખાવ કરી રહ્યો છે. પ્રાગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં તેનો મુકાબલો સ્વિસ ખેલાડી અને ત્રણ વારના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેટન વાવરિંકા સામે થયો હતો.
નાગલે આ મેચમાં વાવરિંકાને પડકાર આપ્યો હતો પરંતુ અંતે દબાણમાં આવીને તે મેચમાં હારી ગયો હતો. જોકે સુમિત નાગલે પ્રારંભમાં શાનદાર દેખાવ કર્યો હતો અને પ્રથમ સેટ ૬-૨થી જીતીને અપસેટ સર્જવાની તકો પેદા કરી હતી.આમ બન્યું નહીં અને અંતે ૧૭મા ક્રમના વાવરિંકાએ વિશ્વના ૧૨૭મા ક્રમના નાગલ સામે ૨-૬, ૬-૦, ૬-૧થી મેચ જીતી લીધી હતી. આ સાથે વાવરિંકાએ સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
જોકે નાગલે મેચમાં સારી એવી લડત આપી હતી અને વાવરિંકાને મેચ જીતવા માટે એક કલાક અને ૧૯ મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.
અગાઉ ગયા વર્ષે સુમિત નાગલનો મુકાબલો મહાન ટેનિસ ખેલાડી અને ૨૦ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા રોજર ફેડરર સામે પણ થયો હતો. તેમાં પણ નાગલે એક સેટ જીત્યો હતો પરંતુ યુએસ ઓપનની એ મેચમાં અંતે તેનો પરાજય થયો હતો. પ્રાગ ઓપનમાં સુમિત નાગલે અગાઉ સ્થાનિક ખેલાડી કિરિ લેહા સામે ૫-૭, ૭-૬, ૬-૩થી મેચ જીતીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Related posts

James Anderson विश्व के सर्वश्रेष्ठ तेज गेंदबाज : मोंटी पनेसर

editor

બિનજરૂરી રિવર્સ સ્વિપ રમીને આઉટ થયેલા પંતથી રોહિત ખફા

aapnugujarat

આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં જાડેજા અને પંતને નુકસાન

editor

Leave a Comment

UA-96247877-1