Aapnu Gujarat
ગુજરાત

લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પાસા હેઠળ ગુનો નોંધી શકાય નહીં : હાઈકોર્ટ

લોકડાઉનના નિયમોના ભંગ બાબતે પોલીસ સાથે બોલાચાલી કરનારા સેંકડો લોકો કે જેમની સામે પાસા હેઠળ ગુનો નોંધાયો છે તેમના માટે રાહતના સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા જેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે તેમને ખતરનાક વ્યક્તિ ગણી શકાય નહીં અને માટે તેમની સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ ના કરી શકાય. કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે લોકડાઉન જાહેર કરાયું હતું. આ દરમિયાન રાજ્યભરમાં પોલીસકર્મીઓ લોકડાઉનના નિયમોનું પાલન કરાવતા હતા ત્યારે ભંગ કરનારા હજારો લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તેમાંથી સેંકડો લોકોએ પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી. પોલીસે લીધેલા પગલાનો વિરોધ કરતા અને કથિત રીતે પોલીસને ફરજ બજાવતી રોકતાં આવા લોકો સામે ગુજરાત પોલીસે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા જ એક આરોપી છે મહેસાણાના પ્રકાશજી ઠાકોર. પોલીસકર્મીઓના કામમાં આડે આવવા બદલ તેમની સામે આઈપીસીની વિવિધ કલમો, એપેડેમિક ડિઝાસ્ટર એક્ટના સેક્શન ૩ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન ૫૧ટ્ઠ અને ૫૧હ્વ હેઠળ ગુનો નોંધાયો હતો. પ્રકાશજી ઠાકોરના પિતાએ પાસાના ઓર્ડરને પડકાર્યો હતો. એફઆઈઆર વાંચ્યા પછી જસ્ટિસ એસ. એચ. વોરાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે, પોલીસને લોકડાઉનના નિયમોનું પાલન કરાવતા રોકવાનો આરોપ છે. હાઈકોર્ટે આગળ કહ્યું, “પાસા એક્ટની કલમ ૨(ઝ્ર)માં દર્શાવેલી ખતરનાક વ્યક્તિની વ્યાખ્યા જોતાં લાગે છે કે,
એપેડેમિક ડિઝાસ્ટર એક્ટ, ૧૯૮૭ના સેક્શન ૩ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ના સેક્શન ૫૧ટ્ઠ અને ૫૧બીનો ઉલ્લેખ નથી. પ્રકાશજી ઠાકોર પર લગાવાયેલી ૈંઁઝ્રની કલમો ૧૪૩, ૧૪૭, ૩૩૨, ૩૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૬ અને ૧૮૮ પણ આઈપીસીના ચેપ્ટર ઠફૈં અથવા ઠફૈૈંં હેઠળ આવતી નથી. પાસાના સેક્શન ૨(ષ્ઠ) મુજબ ખતરનાક વ્યક્તિ એટલે જેણે પોતે અથવા તો કોઈ લીડર ગેંગના સભ્ય તરીકે વારંવાર ગુનો આચર્યો હોય અથવા કોઈ પણ ગુના માટે ઉશ્કેરણી કરી હોય તો ૈંઁઝ્રના ચેપ્ટર ઠફૈં અથવા ઠફૈૈંં હેઠળ સજાને પાત્ર છે અથવા આર્મ્સ એક્ટ, ૧૯૫૯ના ચેપ્ટર ફ હેઠળ સજા પાત્ર છે. હાઈકોર્ટે કહ્યું, વ્યાખ્યા પ્રમાણે વારંવાર અથવા સતત ગુના નોંધાયેલા હોવા જોઈએ. પરંતુ અહીં તો પ્રકાશજી ઠાકોર સામે માત્ર એક એફઆઈઆર નોંધાયેલી છે.” માટે હાઈકોર્ટે ડિટેન્શન ઓર્ડર રદ્દ કર્યો હતો.

Related posts

સવર્ણને વિવિધ લાભો આપવા બિન અનામત આયોગ સક્રિય

aapnugujarat

बोपल क्षेत्र में स्थित मारूतिनंदन होटल में २५ युवकों द्वारा की गई तोड़फोड़ से सनसनी

aapnugujarat

સીડીની ધમકીના જોરે પાસના નેતાઓને ભાજપ ખેંચી રહી છે : નિખીલ સવાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1