Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના વચ્ચે સંસદના ચોમાસુ સત્રની તૈયારી

કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને સંસદના ચોમાસુ સત્ર માટે લોકસભા અને રાજ્યસભામાં બેઠકની વ્યવસ્થા, ચેમ્બર અને ગૅલેરીનો ઉપયોગ સભ્યોને બેસાડવા માટે કરવો અને શારીરિક રીતે દૂર બેસવું વગેરે સહિત અનેક નવી વ્યવસ્થાનો પહેલી વખત અમલ થાય એ માટે જોરદાર તૈયારી ચાલી રહી છે.
ચોમાસુ સત્ર ઑગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં શરૂ થાય એવી વાત ચર્ચાઇ રહી છે. રાજ્યસભા સચિવાલયના જણાવ્યા અનુસાર સત્ર દરમિયાન સભ્યોને ચેમ્બર અને ગૅલેરીમાં પણ બેસાડવામાં આવશે.
ભારતની સંસદમાં (૧૯૫૨)થી આ પહેલી વખત એવું બનશે કે જ્યારે સદનના ૬૦ સભ્ય ચેમ્બરમાં અને ૫૧ સભ્ય ગૅલેરીમાં અને બાકીના ૧૩૨ લોકસભાના સભ્ય ચેમ્બરમાં બેસશે. લોકસભા સચિવાલયમાં પણ આ પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ગૅલેરીમાંથી ભાગ લેવા માટે મોટા ડિસ્પ્લે સ્ક્રિનની વ્યવસ્થા, અલ્ટ્રાવાયોલેટ જંતુનાશક, બંને સદન વચ્ચે ખાસ કૅબલની વ્યવસ્થા અને પૉલિકાર્બોનેટ સૅપરેટર્સનો પહેલી વખત ઉપયોગ કરવામાં આવશે. રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુએ ટેસ્ટિંગ, રિહર્સલ અને આખરી ઇન્સ્પેક્શન માટે ઑગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં બધી જ તૈયારી પૂરી કરવાનો આદેશ આપ્યો છે.
સામાન્ય રીતે લોકસભા અને રાજ્યસભાના સત્ર એક સાથે ચાલતા હોય છે, પણ આ વખતે કોરોનાના રોગચાળાને લીધે એક સદન સવારે અને બીજું સાંજે સત્ર યોજશે.
કોવિડ-૧૯ના રોગચાળાને લીધે પાછલું બજેટ સત્ર અટકાવી દેવાયું હતું અને બંને સદનના સત્રને માર્ચ ૨૦૨૩ સુધી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

Related posts

भारत ने चीन पर गड़ाई अपनी तीसरी आंख

editor

મોદીની સુનામી બાદ કોંગ્રેસના રાજ્યો મુશ્કેલીમાં

aapnugujarat

Goal of making India $5 trillion economy by 2024 is difficult but not impossible : Gadkari

aapnugujarat

Leave a Comment

UA-96247877-1