Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુલવામા જિલ્લામાં એક આતંકવાદી ઠાર, એક જવાન શહીદ

બુધવારના જ સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના કામરાજીપોરામાં એક આતંકવાદીને મારી પાડ્યો છે. સુરક્ષાદળોને કામરાજીપોરાના સફરજનના બાગમાં ૨ આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ચલાવવામાં આવેલા ઑપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો, તો સેનાનો એક જવાન પણ શહીદ થયો છે.
માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ આઝાદ અહમદ લોન તરીકે થઈ છે. તે પુલવામાના લેલહરનો રહેવાસી હતો. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે અને એક ઘાયલ થયો છે. આતંકવાદીઓની વિરુદ્ધ સુરક્ષાદળોએ ખીણમાં ઑપરેશન ચલાવ્યું છે, જેનાથી આતંકવાદીઓનાં ડરનો માહોલ છે.
જમ્મુ-કાશ્મીરમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. બારામૂલાના સોપોરના હ્યગામ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો કર્યો. આ હુમલામાં સેનાના એક જવાનને ઈજા થઈ છે. તેને તરત જ હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે આતંકવાદીઓએ સેના, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ પાર્ટી પર હ્યાગામમાં ટાઇમપાસ હોટલ પાસે કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું.
સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓની ફાયરિંગમાં સેનાના એક જવાનને ઇજા થઈ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

Related posts

મુંબઈમાં દૂધની તંગી

aapnugujarat

ભાજપે રાજ્યસભામાં પિયૂષ ગોયલને સદનના નેતા બનાવ્યા

editor

Grenade attack on security forces outside DC office in J&K’s Anantnag, 10 injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1