Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝબ્બે

(ભાયલીના યુવકે વેબસાઇટ પર નોકરી માટે બાયોડેટા મુક્યા બાદ ભેજાબાજ યુવકોએ ફોન કરીને ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપીને ૧.૮ કરોડ રૂપિયા પડાવ્યા હતા. ૬ મહિના બાદ જિલ્લા એલસીબીએ છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત ૭ જણને ઝડપી લઇને ૧૯.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં આ ટોળકીએ ૫ રાજ્યોમાં ૩ કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પોલીસવડા સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું કે, ભાયલીના નાગેશ રુગનાથ ધુગરધરે નામના કન્સલ્ટિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ઘરેથી વ્યવસ્થા કરતા યુવકને નોકરીની જરૂર હોવાથી લિન્કડઇન પર બાયોડેટા રજિસ્ટર કરાવ્યો હતો. ત્યાર બાદ રોહન માને નામના શખ્સે ફોન કરી લા મેન પાવર સર્વસ મેમ્બર લેશો તો જનરલ ઇલેક્ટ્રિકની ફ્રેન્ચાઇઝી આપીશું. તમને એક વિઝિટ ૪૦ હજાર મળશે, તેમ જણાવ્યું હતું. બાદમાં અન્ય લોકોએ ૮થી ૧૦ ઇ મેલ અને ફોન કરીને યુવક પાસેથી ૧.૦૮ કરોડ ભરાવ્યા હતા. યુવકે હવે હું પૈસા ભરી શકું તેમ નથી. તમે મેમ્બરશિપ કેન્સલ કરી દો તેમ જણઆવત જો તમે પૈસા નહી ભરો તો ભરેલા પૈસા પરત નહી મળે તેવી ધમકી આપી હતી.
જિલ્લા એલસીબીના પીઆઇ ડીબી વાળા અને પીએસઆઇ એમએમ રાઠોડની ટીમે ઠગાઇ કરનારી ગેંગના મુખ્ય સુત્રધાર સેલ્વા સંતોષ નાડર, રમાકાંત ઉર્ભે બાબુ પહોડી વિશ્વકર્મા, રાકેશ તારાચંદ જાદવ, સંદીપ ઉર્ફે વિનયસિંહ જમીલ ખાન દુબર, નીલોફર જમીલખાન દૂબર અને સજ્જાદ સતાર બેગ ઉર્ફે સુરેશ બેગાની પાટીલને ઝડપી લીધા હતા. તમામ કોરોના ટેસ્ટ કરાવતા સેલવા, રમાકાંત અને રાકેશ પોઝિટિવ આપતા તેમની સારવાર કરાવી તમામની ધરપકડ કરી હતી. પોલીસે ૧૮ સીમકાર્ડ, ૨૮ એટીએમ, ૫ પાસબુક તથા ૮ ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સેલ્વાના ખાતામાં ૮.૯૩ લાખ જમા હોવાનું બહાર આવ્યું હતું. આ પૈસામાંથી રાકેશ આર્ટિગા ગાડી અને સંતોષ ફ્લેટ ખરીદ્યો હતો. પોલીસે ૩ની શોધખોળ શરૂ કરી હતી.

Related posts

જિલ્લા પંચાયત અને તાલુકા હેલ્થ કચેરી કામરેજ દ્વારા ઉભેળ ખાતે ‘‘નેશનલ ડી વોર્મીગ ડે’’નો ઉદ્દધાટન સમારોહ યોજાયો

aapnugujarat

“પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ.ને અપાયો

aapnugujarat

ભાજપ ભયભીત હોવાના લીધે અશોભનીય શબ્દ પણ બોલે છે : ભરતસિંહ સોલંકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1