Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયાએ મિસાઇલોને દાગવા નાનકડા પરમાણુ હથિયાર બનાવ્યા

ઉત્તર કોરિયાએ સનકી તાનાશાહ કિમ જોંગ ઉન એ પોતાની મિસાઇલોને દાગવા માટે નાનકડા પરમાણુ હથિયાર બનાવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉત્તર કોરિયા પર બનાવામાં આવેલી વિશેષજ્ઞોની કમિટીએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે નોર્થ કોરિયા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા સતત પોતાના પરમાણુ કાર્યક્રમને તેજ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર બનાવાના કાર્યક્રમને લઇ કેટલીય વખત ધમકીઓ આપી છે અને આકરા પગલાં પણ ભર્યા છે. પરંતુ ઉત્તર કોરિયાને જાણે કંઇ ફરક ના પડતો હોય તેમ ફરી એકવખત નાનકડા પરમાણુ હથિયારો બનાવાનું ચાલુ રાખ્યું છે.
કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ઉત્તર કોરિયા સતત પોતાનો પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. તેમાં ઉચ્ચ સંવર્ધનવાળા યુરેનિયમ અને લાઇટ વોટર રિએકટરનું નિર્માણ સામેલ છે. એક સભ્ય દેશ એ કહ્યું કે ઉત્તર કોરિયા સતત પરમાણુ હથિયારોનું નિર્માણ કરી રહ્યા છે. આ અંતરિમ રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે કેટલાંય દેશોનું માનવું છે કે ઉત્તર કોરિયાએ મિસાઇલોમાં ફિટ કરવા માટે નાનકડા પરમાણુ હથિયાર બનાવી લીધા છે.
આ રિપોર્ટમાં કહ્યું છે કે કેટલાંય દેશોનું માનવું છે કે કિમ જોંગ ઉન એ ૬ પરમાણુ પરીક્ષણ નાનકડા પરમાણુ બોમ્બ બનાવા માટે કર્યું હતું. એક દેશ એ એટલા સુધી કહ્યું કે ઉત્તર કોરિયા મલ્ટીપલ વોરહેડ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. ગયા સપ્તાહે જ ઉત્તર કોરિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે પરમાણુ હથિયાર બનાવ્યા બાદ હવે તેમના દેશ પરકોઇ હુમલો કરશે નહીં.

Related posts

પાક.ના સિંધ પ્રાંતમાં એક વર્ષમાં ૧ હજાર હિંદૂ-ઈસાઈ યુવતીઓનું જબરદસ્તી ધર્માંતરણ : રિપોર્ટ

aapnugujarat

6.8-magnitude earthquake in Turkey, 14 died

aapnugujarat

Iran responsible for fresh attacks on 2 oil tankers in Gulf of Oman: US blames

aapnugujarat

Leave a Comment

UA-96247877-1