Aapnu Gujarat
બ્લોગ

ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી છે ? તો આ છે સરળ રીત, જાણી લો…

આજકાલ નાનાથી લઇને મોટા દરેક લોકોને ફ્રેન્ચ ફ્રાયઝ ખૂબ જ પસંદ હોય છે,. ત્યારે આજે અમે તમારા માટે ફ્રેન્ચ ફ્રાઇસની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચીઝી ફ્રેન્ચ ફ્રાઇઝ…
જરૂરી સામગ્રી :- ( તમારી જરૂરિયાત મુજબ લેવી)
બટેટા
બાફેલા બટેટા
રોઝમેરી
ચીઝ
મયોનિઝ
કોથમીર
લીલી ડુંગળી
કાળા મરી
તેલ
સ્વાદ અનુસાર મીઠું

સૌ પ્રથમ બટેટાની છાલ કાઢીને તેને ફિંગર ચિપ્સ શેપમાં કાપી લેવા. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવું. ફિંગર ચિપ્સને 8થી 10 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં તળવી. ચિપ્સ થોડી બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેલમાંથી કાઢીને એક પ્લેટમા મૂકવી. હવે એક બાઉલમાં ફિંગર ચિપ્સ નાખીને તેના પર મરી પાવડર, સમારેલી રોઝમેરી, મરીના દાણા અને છીણેલું ચીઝ નાખવું. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી ત્યારબાદ થોડાક ટીપા ટ્રફલ ઓયલનાં નાખવા. સારી રીતે મિક્સ કર્યા બાદ લીલી કોથમીર અને ડુંગળીને બાઉલમાં લઈને થોડી શેકી લેવી. એક અલગ બાઉલમાં ક્રીમ, મેયોનીઝ અને ચીઝ મીક્સ કરવું.
ત્યાર બાદ તૈયાર છે ચીઝી ફ્રેન્ચ ફ્રાઇઝ… હવે તેને સોસની સાથે સર્વ કરો. અને આનદ માણો

Related posts

યુવાનોમાં વધ્યો છે જોખમી ‘કિકી ચેલેન્જ’નો ક્રેઝ

aapnugujarat

સુંદર, સુવિધાજનક મોડયુલર કિચન

aapnugujarat

परिसीमन बाद में, पहले धारा 370 हटाइयेजी, 303 सीटें है अब डर काहेका..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1