Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

35 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ

કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ માર્ચમાં લગભગ તમામ દેશોમાં લોકડાઉન જાહેર કરી દેવાયું હતું, જેના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ થઇ ગઇ હતી. હવે ધીમે-ધીમે ઘણા દેશોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે. ભારત સરકારે પણ અમેરિકા અને ફ્રાન્સ માટે વિશેષ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. 17થી 31 જુલાઇ સુધી અમેરિકા અને 18 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી ફ્રાન્સનાં શહેરો માટે ફ્લાઇટ્સ ઉપડશે.

35 દેશ રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી ચૂક્યા છે. તેમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, મેક્સિકો, અફઘાનિસ્તાન અને યુક્રેન મુખ્ય છે. આ દેશોએ મુસાફરો માટે વિવિધ સુરક્ષા નિયમો અને પ્રોટોકોલ નક્કી કરી રાખ્યા છે…

  • યુક્રેન જનારાઓ પાસે દેશમાં કોરોનાની સારવાર કવર કરતો મેડિકલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.
  • તૂર્કી પહોંચતા મુસાફરોનો PCR ટેસ્ટ કરાય છે.
  • ઇજિપ્તમાં 14 દિવસ આઇસોલેશનમાં રહેવું જરૂરી.
  • મેક્સિકોમાં મુસાફરોનું સ્કેનિંગ કરાય છે. કોરોનાનાં લક્ષણો જણાય તેમને ક્વોરેન્ટાઇન કરાય છે.

ચીન, અમેરિકા, રશિયા, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, જાપાન, દ.કોરિયા સહિત 72 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આંશિક ધોરણે શરૂ થઇ ચૂકી છે. જોકે, આ દેશોએ વધુ સંક્રમણવાળા કેટલાક દેશોમાંથી મુસાફરી પર બૅન જારી રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલ, કેનેડા, સાઉદી અરેબિયા, દ.આફ્રિકા, ઇન્ડોનેશિયા સહિત 97 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ છે. તેમાં 17 દેશ એવા છે કે જ્યાં ફ્લાઇટ્સ શરૂ થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.

Related posts

પાકિસ્તાનની રાજનીતિમાં ઘુસણખોરી માટે હાફિઝ તૈયાર

aapnugujarat

अल सल्वाडोर एवं ग्वाटेमाला मे तूफान ‘अमांदा’ से 17 लोगों की मौत

editor

મેરીલેન્ડમાં ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1