Aapnu Gujarat
મનોરંજન

શિલ્પા શેટ્ટીએ શેર કર્યાં માતા બનવાના અનુભવ, જાણો કોણે શેર કર્યા અને કેવા છે માતા બનવાના અનુભવ

બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ એવી શિલ્પા શેટ્ટી થોડાં મહિના પહેલાં જ સરોગસીની મદદથી બીજીવાર માતા બની છે. દીકરી સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરીના રોજ થયો હતો. દીકરીના જન્મના થોડાં દિવસો બાદ શિલ્પાએ માતા બનવાની વાત ચાહકો સાથે શેર કરી હતી. શિલ્પાની દીકરી હવે પાંચ મહિનાની થઈ ગઈ છે.

શિલ્પાએ 45 વર્ષની ઉંમરમાં માતા બનવાના અનુભવ શેર કર્યા… શિલ્પાએ કહ્યું હતું, ‘હું સમીષાને ઘરે લાવવા માટે પ્રાઈવેટ જેટથી ગઈ હતી. જન્મેલી બાળકીને માસ્ક તથા અન્ય સાવધાની સાથે લાવવા માટે અન્ય કોઈ વિકલ્પ નહોતો. થોડાં દિવસો બાદ જ દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. હું આભારી છું કે દીકરી સાથે સમય પસાર કરી શકી, કારણ કે એક્ટ્રેસ તરીકે આવું ક્યારેય હું કરી શકત નહીં.’

Shilpa Shetty shares family pic as daughter Samisha is 40 days old ...

શિલ્પાએ કહ્યું હતું, મારા માટે 45 વર્ષની ઉંમરમાં માતા બનવું સહેજ પણ સરળ નહોતું. શરૂઆતના દિવસોમાં બાળકને દૂધ પીવડાવતા સમયે હું થાકી જતી હતી. હું પોતે પણ બાળકના જન્મબાદના સમયમાં (પોસ્ટપાર્ટમ) ડિપ્રેશનમાં જતી રહી હતી પરંતુ બે અઠવાડિયામાં હું ઠીક થઈ ગઈ હતી.

Watch: Shilpa Shetty's daughter Samisha turns two months, actor ...

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે 22 નવેમ્બર 2009માં લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. અને લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

Related posts

આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવા મુદ્દે અવઢવમાં

aapnugujarat

વરૂણ ધવન સાથે અનુષ્કા શર્મા જોડી જમાવવા તૈયાર

aapnugujarat

કાદર ખાનનું ૮૧ વર્ષની વયે નિધન : બોલીવુડ શોકમગ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1