Aapnu Gujarat
ગુજરાત

કડી ખાતે નિતિન પટેલે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

કડી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કડી કલોલ હાઇવે ઉપર આવેલ અને આશરે ૨૦ કરોડ જેટલી માતબર રકમથી તૈયાર થયેલ અંડર બ્રીજ, કડી દેત્રોજ રોડ ઉપર આવેલ અર્બન હેલ્થ સેન્ટર તેમજ રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત કડી તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
કોરોના મહામારીમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કોરોના મહામારીના લીધે લોકાર્પણ કાર્યક્રમો સાદાઈથી કરવામાં આવ્યા છે. ભાજપ સરકારમાં કડી તાલુકાનો વિકાસ વણથંભ્યો રહ્યો છે. કોરોના મહામારીને નાથવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું,હાથ મિલાવવાનું ટાળવુ જેવા સરકારી નીતિનિયમોનું પાલન કરવું એ લોકોની ફરજ છે. છેલ્લાં ઘણાં સમયથી કડીનો ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો હોવાથી શહેરમાં અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે જેથી લોકોની સગવડ માટે અંદાજે ૨૦ કરોડના ખર્ચે અંડરબ્રીજનું નિર્માણ થયું છે. આ ઉપરાંત કડીમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આરોગ્ય અંગે ઉમદા સુવિધા મળે તેવા હેતુથી અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ તાલુકા પંચાયતનું મકાન જુનુ અને ક્ષીણ થયું હોવાથી તેની જગ્યાએ લોકોને સરકારી કામોમાં અગવડ ના પડે તેવા હેતુથી તાલુકા પંચાયતનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શનથી સૌપ્રથમવાર ઇ-શિક્ષા જ્યોત સામયિકનનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે શહેરના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો ઉદ્દેશ્ય મુખ્ય રહેલો છે. તાલુકાના આઠ જેટલા ગામોમાં નવીન પંચાયત ઘરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કડી ખાતે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં કડી ધારાસભ્ય કરશન સોલંકી,એપીએમસી ચેરમેન વિનોદ પટેલ, ડીડીઓ એમ.વાય.દક્ષિણી તેમજ તાલુકા અને પાલિકાના હોદ્દેદાર અને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા,કડી)

Related posts

બળાત્કાર કેસમાં નારાયણ સાંઇને આજીવન કેદ

aapnugujarat

માણસા ખાતે દલિત યુવકનો વરઘોડો અટકાવાતાં વિવાદ

aapnugujarat

વડોદરામાં ધાબા પર સુતેલા માતા-પુત્રીની કરપીણ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1