Aapnu Gujarat
મનોરંજન

આ અભિનેતાએ કરી મુશ્કેલીમાં રહેલ 200 બેકગ્રાઉન્ડ ડાન્સર્સની મદદ

વરુણ ધવન હાલ નેપોટિઝ્મ પર ચાલી રહેલ વિવાદને કારણે ચર્ચામાં છે.. વરુણે બોલિવૂડના 200 ડાન્સર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને આ મહમારીના સમયમાં તેમની મદદ કરી છે. આ વાતનો ખુલાસો એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચૂકેલ રાજ સુરાનીએ કર્યો છે. રાજે તેના ઇન્સ્ટાગ્રામ પર વરુણ ધવન સાથે ફોટો શેર કરીને આ વાતની જાણકારી આપી છે.

તેણે જણાવ્યું કે, વરુણે જરૂરિયાતમંદોની મદદ કરી. આમાંથી ઘણાની સાથે તેણે તેની 3 ડાન્સ બેઝ્ડ ફિલ્મમાં કામ કર્યું છે. તે આ લોકો માટે ઘણો ચિંતિત હતો કે, તેઓ કઈ રીતે ગુજરાન ચાલવતા હશે. તેણે ડાન્સર્સને મદદ કરવાનું વચન આપ્યું. એવા ઘણા ડાન્સર્સ છે જે સતત તેમના લેન્ડલોર્ડ સાથે ભાડાને લઈને તકલીફમાં છે. કોઈ પેરેન્ટ્સની દવાને લઈને ચિંતિત છે. અમે બધા તેમના આભારી છીએ જે ડાન્સર્સની મદદ કરી રહ્યા છે. ભલે શૂટિંગ શરૂ થઇ ગયા છે પણ ડાન્સર્સે હજુ ઘણી રાહ જોવાની છે.

વરુણ ધવનની ફિલ્મ વિશે વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ “કૂલી નંબર 1” છે જેમાં તે સારા અલી ખાન સાથે દેખાશે. આ ફિલ્મ આવતા વર્ષે 1 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું મેકર્સે નક્કી કર્યું છે.

Related posts

પ્રભાસ બન્યો મોસ્ટ હેન્ડસમ એશિયન મેન

editor

જેકલીન ફનાર્ન્ડિઝે વિદેશ જવા પરવાનગી માંગવા દિલ્હી કોર્ટમાં અરજી કરી

aapnugujarat

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1