Aapnu Gujarat
રાષ્ટ્રીય

આર્થિક સુનામીની ચેતવણી આપી ત્યારે ભાજપ અને મીડિયાએ મારી મજાક ઉડાવી હતી : રાહુલ

કોરોના સામે લડાઈ લડી રહેલા ભારત માટે અર્થતંત્રની કથળી રહેલી સ્થિતિ પણ મોટો પડકાર બની રહી છે.
કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો અને પેકેજની જાહેરાતો વચ્ચે પણ ઈકોનોમી પર સવાલ યથાવત છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી ઈકોનોમીને લઈને મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
રાહુલે કહ્યુ હતુ કે, મેં દેશમાં આવી રહેલા આર્થિક સુનામી અંગે ચેતવણી આપી હતી પણ તે વખતે ભાજપે અને મીડિયાએ સાચુ બોલવા માટે મારી મજાક ઉડાવી હતી.આજે નાના ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.મોટી કંપનીઓ પણ પ્રેશર હેઠળ છે અને બેંક પણ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે.
એક મહિના પહેલા જ મેં સુનામીની ચેતવણી આપી હતી.ત્યારે ભાજપે મારી મજાક ઉડાવી હતી અને મીડિયા પણ મારા પર હસતુ હતુ.દેશની રાજકોષિય ખાધ વધીને ૩.૫ ટકા થઈ છે તેવા વખતે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યુ છે.રાહુલે કહ્યુ હતુ કે, સરકારની આર્થિક નીતિઓના કારણે લાખો પરિવારો બરબાદ થવાના છે. હવે આ સ્થિતિને ચૂપ રહીને સ્વીકારવામાં નહીં આવે.

Related posts

आंध्र. में कोरोना वायरस का कहर जारी

editor

મોદીએ કલ્યાણ સિંહના આવાસ ખાતે તેમના અંતિમ દર્શન

editor

Mohan Bhagwat will attend 3 day RSS meeting in Andhra’s Guntur to start on July 11

aapnugujarat

Leave a Comment

UA-96247877-1