Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

USની ધમકીથી ચીન પડ્યુ ઢીલું, જાણો ચીન શું કરવા તૈયાર

વ્હાઇટ હાઉસે સંકેત આપ્યા છે કે, અમેરિકા ચીનની વિરુદ્ધ અનેક પગલા ઉઠાવી શકે છે. હોંગકોંગ, તિબેટ અને ઉઇગર મુસ્લિમોને લઇને અમેરિકા અનેક ચીની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી ચુક્યું છે. બીજી તરફ ચીની વિદેશ મંત્રી અમેરિકા સાથે મતભેદ ઉકેલવા અને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી રહ્યા છે. ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ ગુરૂવારનાં કહ્યું છે કે, ચીન-અમેરિકાનાં સંબંધો અત્યાર સુધીનાં સૌથી પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

ચીની વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, અમેરિકા ચીનને લઇને તાર્કિક નીતિઓ બનાવશે અને તેમના દેશને તટસ્થ રહીને સમજવાનો પ્રયત્ન કરશે. વાતચીતમાં વાંગે કહ્યું કે, “વૈચારિક પૂર્વાગ્રહોનાં કારણે અમેરિકા ચીનની મુસીબત અથવા દુશ્મન બનાવવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યું છે. તેઓ ચીનનાં વિકાસ અને અમેરિકાની સાથે તેમના સંબંધોને નુકસાન પહોંચાડવા ઇચ્છી રહ્યું છે.

વાંગે કહ્યું કે, “ચીનનો અમેરિકાને પડકાર આપવો અને તેની જગ્યા લેવાનો ક્યારેય કોઈ ઇરાદો નથી રહ્યો. ચીન અમેરિકા પ્રત્યે પોતાની નીતિઓમાં સ્થિરતા જાળવી રાખે છે અને પરસ્પર સન્માન અને સહયોગ માટે અમેરિકા-ચીનનાં સંબંધોને મજબૂત કરવા માટે તૈયાર છે.”

ચીની વિદેશ મંત્રીએ કહ્યું કે, “લોકો કહે છે કે ચીન-અમેરિકા સંબંધ હવે ક્યારેય પણ પહેલા જેવા નહીં થઈ શકે, પરંતુ આનો મતલબ એ નથી કે આપણે ઇતિહાસ અને વાસ્તવિકતાને નકારતા આગળ વધી શકીએ છીએ. આપણે ભવિષ્ય અને ભૂતકાળ બંનેને જોતા સંબંધો નક્કી કરવા જોઇએ.”

તેમણે કહ્યું કે, “એ દાવો કરવો કે ચીનનો વિકાસ પશ્ચિમ માટે ખતરો છે, બિલકુલ ખોટું છે. અમે ના તો વિદેશી મૉડલની નકલ કરીએ છીએ અને ના તો બીજાઓને પોતાના મૉડલની નકલ કરવા કહીએ છીએ.” વાંગે કહ્યું કે, “ચીન ના તો બીજું અમેરિકા બનવા ઇચ્છે છે અને ના બની શકે છે.” તેમણે કહ્યું કે, “એક-બીજાને સુધારવાની જગ્યાએ ચીન અને અમેરિકાએ સાથે મળીને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનો રસ્તો શોધવો જોઇએ.”

Related posts

ईरान में इंटरनेट बंद करने पर भड़के ट्रंप

aapnugujarat

ट्रंप के नाम पर गोलन में कॉलोनी बनाएगा इजराइल : नेतन्याहू

aapnugujarat

ઇરમાનો વિનાશ : ફ્લોરિડાના ૯૦ ટકા ઘરો પાણીમાં, દોઢ કરોડો લોકો વીજળી વગર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1