Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટન મુકી શકે છે હ્યુવેઈ પર પ્રતિબંધ

ભારત અને અમેરિકા બાદ હવે બ્રિટને પણ ચીન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. બ્રિટન ચીની ટેલિકોમ કંપનીહ્યુવેઈના ૫જી નેટવર્ક પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહ્યું છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને અગાઉ જાન્યુઆરી મહીનામાં સુરક્ષા ચિંતાઓને છોડીને હ્યુવેઈને યુકેના ૫જી નેટવર્કમાં એક સીમિત ભૂમિકા ભજવવાની મંજૂરી આપી હતી. અનેક દેશોએ સુરક્ષાના કારણોસર ચાઈનીઝ એપ્સ અને કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો છે. ભારતે પણ તાજેતરમાં જ ૫૯ ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો જેમાં ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એવી ટિકટોક એપનો પણ સમાવેશ થતો હતો. અગાઉ અમેરિકા પણ હ્યુવેઈ ટેક્નોલોજી અને જીટીઈ કોર્પોરેશન પર પ્રતિબંધ મુકી ચુક્યું છે. અમેરિકાના કહેવા પ્રમાણે આ બંને ચીની કંપનીઓ અને તેના સહાયક એકમો ’રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી’ છે. ઉલ્લેખનીય છે કે પહેલેથી જ હ્યુવેઈઅને જીટીઈ પર તે અમેરિકી નાગરિકોનો ડેટા ચીન સરકાર સાથે શેર કરતી હોવાનો આરોપ લાગેલો છે. છેલ્લા એકાદ દશકાથી અમેરિકા હ્યુવેઈ અને જીટીઈ સામે સવાલો કરતું આવ્યું છે. સૌ પ્રથમ ૨૦૧૨માં આ મામલે ઔપચારિક પગલું ભરવામાં આવ્યું હતું. તે સમયે અમેરિકાની હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીએ પોતાના એક અહેવાલમાં કહ્યું હતું કે, હ્યુવેઈ અને જીટીઈ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. સાથે જ તેમાં આમાંથી કોઈ કંપનીએ અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ નથી આપ્યો તેમ પણ કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૨૦૧૮માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીટીઈ અમેરિકામાં પોતાનો કારોબાર ચાલુ રાખી શકે છે તેમ જણાવ્યું હતું. પરંતુ સાથે જ કંપનીએ દંડ પેટે ૧.૩ અબજ ડોલર ચુકવવા પડશે અને ઉચ્ચ કોટિની સુરક્ષાની ગેરન્ટી સુનિશ્ચિત કરવી પડશે તેમ જણાવ્યું હતું.ટ્રમ્પના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસને પણ જીટીઈ પર સાત વર્ષનો પ્રતિબંધ મુક્યો હતો. ઈરાન પરના આર્થિક પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાના આરોપસર ઓબામા પ્રશાસને તે નિર્ણય લાગુ કર્યો હતો.

Related posts

ફ્રાન્સ ભારતને પરમાણુ શક્તિ વધારવા મદદ કરશે

aapnugujarat

પાકિસ્તાન આતંકવાદનું એપી સેન્ટર : સંયુક્ત રાષ્ટ્ર

editor

Floods, landslides in Central Vietnam; 114 died

editor

Leave a Comment

UA-96247877-1