Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવે દ્વારા નવી ૯૦ સ્પેશ્યલ ટ્રેન શરૂ થવાની શક્યતા

ભારતીય રેલ્વે દ્વારા ટૂંક સમયમાં જ ૯૦ નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવે તેમ છે. સુત્રો પ્રમાણે, રેલ્વેએ આ માટે તેની મંજૂરી માટે ગૃહમંત્રાલયને ટ્રેનનું લીસ્ટ મોકલી દેવામાં આવ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે, આ ટ્રેનો આવનારા સપ્તાહ સુધીમાં શરૂ થઈ શકે છે.આ ટ્રેનોમાં ૧૨૦ દિવસ પહેલા યાત્રાની ટીકીટ બુક કરી શકાશે. સાથે જ ટ્રેનમાં તત્કાલ કોટામાં પણ કેટલીક સીટો રાખવામાં આવશે. એટલે કે ટ્રેનમાં તત્કાલ બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. મુસાફરોએ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
આ સ્પેશ્યલ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓ માટે રેલ્વે વિભાગ તરફથી કોરોનાથી બચવા માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું મુસાફરોએ પાલન કરવું પડશે. એટલે કે, મુસાફરોએ માસ્ક લગાવવું પડશે, ટ્રેનની અંદર સ્વચ્છતાનું પાલન કરવું પડશે. ટ્રેનોમાં બેડ રોલ, ચાદર, ટુવાલની વ્યવસ્થા નહીં હોય અને મુસાફરોને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે. સૂત્રોએ કહ્યું કે, આ પહેલા રેલ્વેએ ૧૨ મેથી ૩૦ સ્પેશ્યલ રાજધાની એક્સપ્રેસ ટ્રેન અને ૧ જૂનથી ૨૦૦ મેલ ટ્રેન ચલાવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રેલ્વે તરફથી જે ૯૦ નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ થવાની છે તેમાંથી ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળશે.

Related posts

छत्तीसगढ़ के जंगल में 12 हिरणों की मौत

aapnugujarat

હવેથી પશ્ચિમ બંગાળમાં દર શનિવારે બેંકો બંધ રહેશે

editor

Bapu give a new identity to Indian values ​​in the world : Amit Shah

aapnugujarat

Leave a Comment

UA-96247877-1