Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના પાલડી ગામમાં ચાર ગાયોનાં મોત

બનાસકાંઠામાં બુધવારની સાંજે વરસાદનું આગમન થયું ત્યારે દિયોદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ઠંડક પ્રસરી હતી. જોકે બીજી બાજુ વાત કરીએ તો પાલડી ગામમાં વરસાદી માહોલમાં વીજળી પડતાં ચાર ગાયોના મોત નિપજયા હતા.
પાલડી ગામમાં રહેતા અર્જુનસિંહ ભેમજી વાઘેલાના ખેતરમાં વીજળી પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખેતરમાં રહેતા માલધારીઓની ચાર ગાયો પર વીજળી પડતા ગાયોનાં મોત થયા હતાં.
અર્જુનસિંહના ખેતરમાં રહેતા માલધારીઓની વીજળી પડતાં ચાર ગાયોના મોત નિપજ્યા હતાં. આ ગરીબ માલધારીઓ પર આભ તૂટી પડ્યું છે. માલધારીઓ હવે કંઈક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. આ બાબતે માલધારીએ જણાવ્યું હતું કે અમે મજૂરી કરીએ છીએ અને ગાયો અમારી જીવાદોરી માનવામાં આવે છે. ગાય ઉપર અમારું જીવન નભતું હતું જ્યારે વીજળી પડતા અમને દોઢેક લાખ જેટલું નુકસાન થયું છે.તો સરકાર કંઈક મદદ કરે એવી અમે માંગ કરીએ છીએ. અમે ગરીબ લોકો જેના પર અમારું જીવન ગુજારતા હતા તે ભગવાને અમારી પાસે થી છીનવી લીધું છે તો સરકાર અમારી સામે જોવે અને અમને મદદ કરે એવી આશા રાખીએ છીએ.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

૧૦૦ દિવસોમાં ગુજરાતીઓએ ૬૦ કરોડ રૂપિયા નિયમ ભંગ કરવાના આપ્યાં

editor

અમદાવાદ શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે ૭ એડીશનલ ઈજનેર સહિત ૨૬ને શો કોઝ નોટિસો મળી

aapnugujarat

૨૦૧૯ પછી પણ હું જ છું એટલે ચિંતા ન કરતા : જાસપુરમાં ઉમિયાધામના ભૂમિપૂજનમાં મોદી હાજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1