Aapnu Gujarat
ગુજરાત

કોસંબામાં ટેન્કરનું ટાયર ફરી વળતા માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત

કોસંબા નજીક આવેલા રેલવે ઓવરબ્રીજ પર ટેન્કર અને મોપેડ વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં મોપેડને ટક્કર લાગ્યા બાદ માતા-પુત્રી નીચે પટકાયા બાદ ટેન્કરનું ટાયર માતા-પુત્રી પરથી ફરી વળતાં બન્નેનાં ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મોત નીપજ્યાં હતાં. કોસંબા તરફ જતા રસ્તા પર આવતાં ઓવરબ્રીજ પરથી પસાર થતાં મોપેડ( જીજે ૧૯ એએલ ૬૬૬૯)ને પાછળથી પુરપાટ આવતાં ટેન્કર(જીજે ૬ એટી ૪૧૨૨) ટક્કર મારી હતી. જેથી મોપેડ પર જતી માતા-પુત્રી રોડ પર ઢળી પડી હતી. આ દરમિયાન પાછળથી આવતાં ટેન્કરનું વ્હિલ માતા-પુત્રી પર ફરી વળ્યું હતું. જેથી માતા-પુત્રીના ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મોત નીપજ્યા હતાં. બીજી તરફ એક્સિડન્ટ બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળે જ ટેન્કર મુકીને નાસી ગયો હતો. આ તરફ રસ્તા પરથી પસાર થતાં લોકોએ બન્ને મૃતદેહો પર કપડા ઓઢાડી પોલીસને જાણ કરી હતી. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ભદ્રેવાડી થી સાકરીયા માર્ગ : ગામ લોકોએ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

aapnugujarat

અમદાવાદમાં ગેસ સિલિન્ડરનું કાંડ ઝડપાયું

aapnugujarat

મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો અનુરોધ કરતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1