Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર પરિસરમાં અષાઢી બીજથી ડિજીટલ લોકરની સુવિધાનુ કેશુભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ

સોમનાથ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડિજીટલ ઈન્ડિયાની વિચારધારાના સ્વપ્નને સાકાર કરતું રાજ્યનું પ્રથમ મંદિર અષાઢી બીજનાં દિવસથી બનશે. સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. પોલીસ સુરક્ષા વિભાગના કાયદા અનુસાર મંદિરમાં દર્શન કરવા જતી વખતે સાથે રહેલો મોબાઈલ બહાર કે મોબાઈલ લગેજરૂમમાં મૂકવો પડે છે.
આ વ્યવસ્થામાં અષાઢીબીજથી ડિજીટલ ક્રાંતિની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ડિજીટલ લોકરનું લોકાર્પણ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. આ માટે સોમનાથ મંદિર નજીકનાં પાર્કિંગ પાસે ખાસ મોબાઈલ સેફ્ટી વીથ-ચાર્જરરૂમ બનાવાયો છે. યાર્જીન ક્રિઓસ્ક પ્રા.લિ.ના સ્થાપક મેહુલ શુક્ત તથા રાજકોટના જયેશ નવીનભાઈ ચત્રના નિરીક્ષણ હેઠળ બે એરકન્ડિશન મશીનો સાથેનો એસી રૂમ બનાવાયો છે જેમાં ઓનલાઈન કમ્પ્યુટર રાઈઝડ ૧૦ મશીનો કાર્યરત રહેશે જેમાં એક મશીનનાં ૨૪ લોકર હોય છે જેમાં મૂકાતા ૨૨ મોબાઈલ અને બે ટેમ્બલેટ સેફ્ટી સાથે જાળવણી ઉપરાંત એક કલાક સુધી ચાર્જીંગ જોગવાઈ રહેશે જેનું ટોકન મૂલ્ય રહેશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ – ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના સહયોગથી સ્થપાયેલ આ ડિજીટલ લોકર શું છે ?
ડિજીટલ લોકર એટલે મોબાઈલ સેફ્ટી વિથ ચાર્જર કે જેમાં મંદિરમાં જતા પહેલાં દર્શનાર્થી આ લોકરમાં મોબાઈલ મૂકશે તે પોતાનો પાસવર્ડ નાંખી લોકર લોક કરી શકશે અને આ મુકાયેલ મોબાઈલ ઓટોમેટીક ચાર્જીંગ પણ થતો રહેશે. દર્શન કરી પરત ફર્યા બાદ પોતાના નંખાયેલ પાસવર્ડ દ્વારા જ લોકર ખુલી શકશે.
કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો ઓનલાઈન નિવારણ પણ પ્રબંધ રખાશે. હાલ ૧૦ મશીન એટલેકે એકમાં ૨૪ મોબાઈલ રાખી શકાય તો કુલ ૨૪૦ મોબાઈલ રાખવાની ક્ષમતા રખાઈ છે અને જેને માટે બે વ્યક્તિનો સ્ટાફ તથા સિક્યોરિટી જવાન ખડેપગે રહેશે. ૩૧ ડિસેમ્બર સુધીમાં આવા ૨૫૦ મશીનો મૂકવાનો લક્ષ્યાંક નિયત કરાયો છે.

રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ દ૨મિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ધો૨ણ-૧માં ૫,૫૨,૫૫૨ અને  ધો૨ણ-૯માં ૫,૪૪,૧૬૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ રોજીદ ગામની મુલાકાત લીધી

aapnugujarat

गीर-सोमनाथ के प्रतिबंधित जंगल क्षेत्र में अंबुजा सिमेन्ट के गैरकानूनी खनन पर हाईकोर्ट में पीआईएल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1