Aapnu Gujarat
રાષ્ટ્રીય

8 હજાર શિક્ષકો એ લખ્યો અમિત શાહ ને પત્ર

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજવતા લગભગ 8,000 શિક્ષકો,જેમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી,શિક્ષકો એ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.આ પહેલા તેઓ એ કોર્ટમાં પણ અપીલ કરી હતી. મ્યુનિસિપલ ટીચર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી રામનિવાસ સોલંકીએ જણાવતા કહ્યું કે, અમે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદની માંગ પણ કરી છે, જેમાં અમે તેમને કહ્યું છે કે આ કોરોના ના રોગચાળા દરમિયાન તમામ શિક્ષકો 12 કલાક કામ કરે છે.અમે માત્ર ગરીબોને રાશન જ નથી વહેંચી રહ્યા ,પરંતુ તેની સાથે સાથે પરપ્રાંતિય મજૂરો અને સારવાર કેન્દ્રોને પણ મદદ કરી રહ્યા છીએ. તેમણે ઉમેરતા કહ્યું કે “અમે રોગચાળા સામે લડવામાં સૌથી મોખરે રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે પણ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓના પગારની ચુકવણી કરવાનું નિર્દેશન કર્યું છે,પણ તેઓ શિક્ષકોને અવગણી રહ્યા છે, જ્યારે શિક્ષકો પણ મુખ્ય કોરોના વૉરિયર છે. “

પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, “શિક્ષકોને માર્ચ, એપ્રિલ અને મે મહિનાનો પગાર મળ્યો નથી, જ્યારે જૂન મહિનો પણ પૂરો થવા આવ્યો છે. છેલ્લા ચાર વર્ષો થી સાતમા પગારપંચની બાકી રકમ પણ મળી નથી. બાકીના બિલ છેલ્લા 10 વર્ષથી ચૂકવવાયા નથી.છેલ્લા 10 વર્ષો થી ચિલ્ડ્રન્સ ટીચર ભરતીનું બિલ પણ ચૂકવવામાં આવ્યું નથી. મેડિકલ બીલ પણ વર્ષોથી ચૂકવવામાં આવતા નથી. આવી પરીસ્થિતિમાં, જો કોઈ શિક્ષક અથવા તેના પરિવારના સભ્યોએ સારવાર લેવી હોય, તો તેણે તેના માટે પણ પૈસા ઉધાર લેવા પડે છે. પગાર ન મળવાને કારણે શિક્ષકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. 15 જૂને,કેટ એ આદેશ આપ્યો હતો કે ઉત્તર કોર્પોરેશનના તમામ શિક્ષકો અને પેન્શનરોને 15 દિવસની અંદરમાં જ ત્રણ મહિનાનો પગાર અને પેન્શન ચૂકવવામાં આવે, અને 18 જૂને હાઈકોર્ટે પણ ઉત્તરીય એમસીડીને તમામ શિક્ષકોનો પગાર એક અઠવાડિયામાં ચૂકવી દેવાનું સૂચન કર્યું હતું.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના પાયા ભરાવવાનું કામ શરૂ

editor

समय आ गया है कि इतिहास सच्चा लिखा जाए : गृह मंत्री

aapnugujarat

Arvind Sawant Resign From Modi’s Cabinet

aapnugujarat

Leave a Comment

UA-96247877-1