Aapnu Gujarat
ગુજરાત

દિયોદર પોલીસ મથકમાં પીએસઓનું અરજદારો સાથે ગેરવર્તન

પોલીસ પ્રજાની રક્ષક છે અને પ્રજા ના પ્રશ્નો સાંભળવા તે તેમની જવાબદારી છે પરંતુ જો પ્રજા ગમે તે કામ માટે આવે તો તેને આશ્વાસન આપવાનું હોય કે તેને પછી અડધૂત કરવાનો હો ? આવું જ બન્યું છે દિયોદર પોલીસ મથકમાં ઘણાં સમયથી દિયોદર પોલીસ જાણે મનફાવે તેમ વર્તન કરી રહી છે તેનો અહેસાસ દિયોદરના એક ખાનગી ન્યુઝ ચેનલના રિપોર્ટરને થયો છે. એક રિપોર્ટર પોલીસ મથકમાં કામ માટે ગયો ત્યારે દિયોદર પોલીસ મથકમાં પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવતા સોમલાલે મીડિયાકર્મી ને અડધૂત કરી નાખ્યો હતો, જ્યારે મીડિયાકર્મી હોવાનું જણાવ્યું હોવા છતાં જાણે શાંતિથી વાત કરવાના બદલે પી.એસ.ઓ.એ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી લેવાનું કહી પોલીસ મથકેના પી.એસ.આઈ.ની ચેમ્બરમાં લઈ ગયા હતો.જોકે પોલીસ અધિકારીએ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો પરંતુ જ્યારે એક મીડિયાકર્મીને પહેલી વખત પોલીસ મથકનો કડવો અનુભવ થયો હતો. જોકે ઘણાં સમયથી દિયોદર પોલીસ મથકમાં પણ અમુક પોલીસ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. ભૂતકાળમાં એક સારા અધિકારી તરીકે પી.ડી.સોલંકી અને તેમના સ્ટાફની કામગીરીથી પ્રજા ખુશ હતી પરંતુ ઘણાં સમયથી વર્તમાન સમય પોલીસ મથકમાં મુકવામાં આવેલ પોલીસ સ્ટાફની મનમાનીથી આમ પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે. એક મીડિયા કર્મીને જો આવી રીતે અડધૂત કરવામાં આવતો હોય તો વિચારો આમ પ્રજા નું શું ? એ એક મોટો પ્રશ્ન છે.
(તસવીર / અહેવાલ : રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

અલ્પેશની કોંગ્રેસને ચીમકીઃ ’હું ધારાસભ્ય પદ નહીં છોડું, જનતાએ મને જીતાડ્યો છે’

aapnugujarat

AIMIM अध्यक्ष ओवैसी 4 फरवरी को गुजरात दौरा

editor

વડાપ્રધાન ૧૮ જૂને વડોદરામાં રોડ શો કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1