Aapnu Gujarat
શિક્ષણ

એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો

રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. ૧૭૦૦૦ વિદ્યાર્થીઓની એમસીક્યુ બેઝ્‌ડ પરીક્ષા લેવાશે. જો કે, કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. જો કે, અગાઉ પર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો.

Related posts

પાદરડીની નવદુર્ગા વિદ્યાલયનું ધો.૧૦નું ૯૦ ટકા અને ધો. ૧૨નું ૮૮.૮૮ ટકા પરિણામ આવ્યું

editor

નાની કુકડી પ્રાથમિક શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

ધો. ૧૨ સામાન્ય પ્રવાહ : શિયોલની શાસ્ત્રી વિદ્યાલયનું ૧૦૦ ટકા પરિણામ

editor

Leave a Comment

UA-96247877-1