Aapnu Gujarat
ગુજરાત

ગીર સોમનાથ જિલ્લા સોમનાથ મીત્ર મંડળ લોકડાઉન ના સમયમાં દરરોજ છેલ્લા ૪૦ દિવસ થી મૂંગા-અબોલ પશુઓને સવાર-સાંજ નિરણ-ચારો નાખી અનોખી સેવાયજ્ઞ

સોમનાથ-પ્રભાસ પાટણ મિત્ર મંડળ ના સભ્યો ગામડા ના ખેતરો સુધી પહોંચી ઘાસ-ગદબ જાતે વાઢીને અને ખરીદી ને અનોખી સેવા બજાવે છે

સમગ્ર ભારતમાં કોરોના મહામારી ને કારણે લોકડાઉન પરિસ્થિતિ નિર્માણ થયેલ છે જેથી સોમનાથ મંદિર- ત્રિવેણી અને આસપાસ ના કોઈ યાત્રિક-પ્રવાસી ઓ આવતા ના હોઈ ગાય, ખૂંટ, વાછરડા સહીત ના અબોલ પશુઓ ભૂખ થી ટળવળતા ન રહે તે માટે મિત્ર મંડળ ના સભ્યો એ પોતાનું આર્થિક યોગદાન કરી સવાર-સાંજ પશુઓને ઘાસચારો ખવડાવી સેવાનું કાર્ય કરે છે.
હોટેલ રૂદ્રાક્ષ ના શૈલેષગીરી ગોસ્વામી, સુરુભા જાડેજા તથા મિલનભાઈ જોષી ના જણાવ્યા અનુસાર અમારા મિત્ર મંડળમાં અશોક પરમાર, લાલભાઈ, મુન્નાભાઈ ફોટોગ્રાફર, શક્તિસિંહ જાડેજા,પ્રકાશભાઈ ટાંક, વિરાભાઈ, દેવ ગોસ્વામી, મિલનભાઈ જોષી(જોષી કેટર્સ) સહિત ના મિત્રો સવારે આસપાસ ના ગામડાના ખેતરોમાં જઈ લીલી મકાઈ, ઘાસ વગેરે એકત્ર કરી બોલેરો માં લાવી સોમનાથ મંદિર પાસે, ત્રિવેનિ ઘાટ ખાતે, વેનેશ્વર સોસાઈટી, બાયપાસ અને રસ્તા માં જયાં નજરે ચઢે ત્યાં ઘાસ પશુઓ ને ખવડાવી એ છીએ.
કોઈ ખેતર માલિકો રાહતદરે તો કોઈ વિના મૂલ્યે અને જરૂર પડે તો અમે તેને ચુકવણી કરી જાતે ઘાસ વાઢી ને અહીં લઇ આવીએ છીએ અંદાજે દરરોજ ૩૫૦ થી વધુ આ રીતે પશુધાનખવડાવીએ છીએ.તમામ મિત્ર મંડળ નો આસેવાકીયસહકારઅને કાર્ય ને લોકો બિરદાવી રહ્યા છે

તસ્વીરમહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Related posts

આજે હનુમાન જ્યંતિને લઇ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ

aapnugujarat

વિરમગામના રામવાડી વિસ્તારમાં રહીશો દ્વારા વૃક્ષારોપણ કરાયું

aapnugujarat

પોઇચાના નર્મદા કિનારે સ્નાન કરી રહેલા ત્રણ બાળકો તણાયા, બે બાળકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1