Aapnu Gujarat
ગુજરાત

આપઘાત કરવાના વિચારો થી મુક્ત કરી વેરાવળ ૧૮૧ અભયમે સુખદ સમાધાન કરાવ્યુ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા પર કાર્યરત ૧૮૧ અભયમ્ માં વેરાવળ તાલુકા ના એક ગામમાંથી મહિલા એ ફોન કરી જણાવ્યું કે મને મદદ ની જરૂર છે જેના પગલે વેરાવળ ૧૮૧ અભયમ્ ટીમ ના કાઉન્સેલર સંતોકબેન માવદીયા, કોન્સ્ટેબલ,તેજલબેન અને પાયલોટ ધરમભાઈ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતો ને મહિલા નુ કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા દશ વર્ષ થી સાસરે હતી અને મહિલા ને નવ વર્ષ નુ એક બાળક હતુ અને છેલ્લા કેટલાક મહિનાથી મહિલા ના પતિ અને સસરા મહિલા પર માનસિક શારિરીક ત્રાસ ગુજારતા હતા અને ચાર દિવસ પહેલા મહિલા ના પતિ એ ઝઘડો કરી મહિલા ના બાળક ને પણ ના આપી મહિલા ને ઘર થી બહાર કાઢી મૂકવામાં આવી હતી તેથી મહિલા પોતાના પિયર જતી રહી હતી અને આજ રોજ સાસરી માં આવતા મહિલા ના સસરા અપશબ્દો બોલવા લાગ્યા અને ઘરે થી નિકળી જવાનુ કહ્યુ હતું તેથી મહિલા પતિ અને સસરા ના માનસિક શારિરીક ત્રાસ થી છુટકારો મેળવવા મહિલા આપઘાત કરવાનો નિર્ણય લીધો તેથી ૧૮૧ ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપ્યું ને આપઘાતના માર્ગે થી પાછા વાળ્યા અને પતિ અને સસરા નુ કાઉન્સેલીંગ કર્યુ અને કાયદાકીય માહિતી આપી સમજાવી સુખદ સમાધાન કરાવ્યુ

તસ્વીર મહેન્દ્ર ટાંક

Related posts

કડી સર્વ વિદ્યાલય દ્વારા નિરાધારોને ભોજન વ્યવસ્થા ની કીટ નું વિતરણ કારવામાં આવ્યું

aapnugujarat

સાસણ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો

aapnugujarat

રાયસિંગપુરા ગામમાં મિયાવાંકી ફોરેસ્ટનું વૃક્ષારોપણ કરી ખાતમુહુર્ત કરાયું

editor

Leave a Comment

UA-96247877-1