Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના રામવાડી વિસ્તારમાં રહીશો દ્વારા વૃક્ષારોપણ કરાયું

ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના રામવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા વૃક્ષારોપણ બાદ વૃક્ષ ઉછેરની પણ જવાબદારી લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર નિલેશ ચૌહાણ, હિતેશ મુનસરા અને નીલકંઠ બંગલો, તુલસી ફ્લેટ, નીલકંઠ ફ્લેટ, રામવાડી, મધુસુદન સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

વિવિધ પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ગુજરાતના વિકાસની ગતિ વધુ તેજ બનશે : ભરત પંડયા

aapnugujarat

ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ ૩ ડિગ્રી સુધી વધવાનાં સંકેત

aapnugujarat

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદોઃ મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1