Aapnu Gujarat
ગુજરાત

કડી ના કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા વિધવા બહેનો ને 5000 રૂપિયા નું કેસ વિતરણ કરવામાં આવ્યું.


કડી તાલુકાના કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં રહેતા વિધવા બહેનો ને વિધવા સહાય યોજના અંતર્ગત કાસ્વા ગ્રામ પંચાયત ની વિધવા બહેનો ને મદદ રૂપ થવા માટે આશરે 2 થી 3 લાખ જેવી રકમ વિધવા સહાય યોજન દ્વારા કાસ્વા ગ્રામ પંચાયત લાભાર્થી વિધવા બહેનોને આપવામાં આવી હતી ત્યારે કાસ્વા ગ્રામ ના સરપંચ શ્રી ગિરીશભાઈ પરમાર ,તલાટીકમ મંત્રી શ્રી દીપ્તિબેન પટેલ , ગામ ના પોસ્ટ માસ્તર પટેલ બુધ્ધેદેવભાઈ દ્વારા કાસ્વા ગામમાં રહેલા 30 વિધવા બહેનો આસરે 5000 રૂપિયા કેશ આપવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસ ઉપર આવતી બહેનો ને પેલા થર્મલ ગન વડે ટેપરેચર ચેક કરી , માસ્ક,સેનેટરાઇઝ,સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતો ધ્યાનમાં લઈ ને પોસ્ટ ઓફિસ માં ગામમાં રહેતી વિધવા બહેનો ને 5000 રૂપિયા કેસ આપવામાં આવ્યા હતા અને આવી કોરોના મહામારી માં પણ આવી પરિસ્થિતિ માં ખરેખર જરૂરીયાત સમયે આ વિધવા બહેનો ને સહાય મળી છે તે માટે ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા સહાય મળતા વિધવા બહેનો ઉપર કોરોના મહામારી ની આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સહાય મળતા ખુશી જોવા મળી હતી અને તે બહેનો દ્વારા સમસ્ત કાસ્વા ગ્રામ પંચાયત નો આભાર માનવામાં આવ્યો હતો
આપણું ગુજરાત ન્યુઝ – કડી
જૈમિન સથવારા

Related posts

આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવ ઘટશે : પેટ્રોલિયમ મંત્રી

aapnugujarat

અર્જુન મોઢવાડીયા થયા કોરોના સંક્રમિત

editor

પઢારીયામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતાં નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1