Aapnu Gujarat
ગુજરાત

પઢારીયામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતાં નીતિન પટેલ

મહેસાણા તાલુકાના પઢારીયા ગામમાં ગ્રામીણ કક્ષાના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આંગણવાડી, ધોરણ-૦૧ના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, ભુતકાળમાં શિક્ષણ પ્રત્યે દુર્લક્ષ સેવાતું હતું. છેલ્લા વર્ષોમાં દરેક સમાજને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા આ મહાઅભિયાનની શરૂઆત કરી છે. ભારતના વડાપ્રધાને શિક્ષણમાં સુધારા સાથે ગુણાત્મક પરિણામ લાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં લાખો વિદ્યાર્થીઓ શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે. જેનો મોટા ભાગનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન, વિધાલક્ષ્મી, વિદ્યાદીપ, મફત પાઠ્ય પુસ્તકો, શિષ્યવૃત્તિ, શિક્ષણ સહાય જેવી અનેક સમાજલક્ષી યોજનાઓ થકી શિક્ષણનો વિકાસ થયો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, શિક્ષણના મહાયજ્ઞમાં તમામ લોકો જોડાય તે જરૂરી છે. શિક્ષણ થકી રાજયમાં જાગૃતિ આવી છે. રાજય સરકાર દ્વારા ૭૪,૦૦૦ યુવાનોની ભરતી કરાઈ છે. રાજય સરકાર શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ યોજનાઓ થકી નિરાધારોનો આધાર બની રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળક આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે સતત રાજય સરકાર શાળા પ્રવેશોત્સવના અભિયાન થકી પ્રયત્નો કરી રહી છે. આ અભિયાનના સારા પરિણામો આપણને જોવા મળ્યા છે. રાજયમાં ડ્રોપ આઉટ દરમાં ઘટાડો અને નામાંકન દરમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ટ્રાન્સપોર્ટ સુવિધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત ગામના

Related posts

गुलमहोर पार्क मॉल के बाहर युवती के मामले में दो स्पा के मालिकों के बीच मारपीट

aapnugujarat

નારોલ ખાતે સોની પાસેથી ૧૧ લાખથી વધુના દાગીનાની લૂંટ

aapnugujarat

બનાવટી લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ-ઓપરેટરની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1