Aapnu Gujarat
ગુજરાત

લોકડાઉનના સમય દરમ્યાન ભક્તોને ભગવાન સાથે જોડવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવી ડીઝીટલ સેવા દ્વારા ઇ-સંકલ્પ કરાવવાનો પ્રારંભ..

લોકડાઉન દરમ્યાન ભગવાન સોમનાથજીની પૂજા કરાવવા માટે અનેક ભક્તો મોબાઇલથી સંપર્ક કરે છે, જેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા ઇ-સંકલ્પ ડીઝીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો પ્રારંભ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી કોરોના વોરીયર્સ (કોરોના વીરો) જે લોકો કોરોના મહામારીની જંગ સામે પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવીને એક યોધ્ધાની જેમ લડે છે તેવા કોરોનાવીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પુજાનો ઇ-સંકલ્પ કરી  પૂજાવિધિ  કરવામાં આવી. 
જ્યારે મંદિર લોકડાઉન દરમ્યાન બંધ છે. અને ભક્તો મંદિર દર્શન માટે અને પુજાવિધિ કરાવવા આવી શકે તેમ નથી, ત્યારે જે પણ ભક્તો ઓનલાઇન પુજાવિધિ નોંધાવશે તે ભક્તોને ટ્રસ્ટ દ્વારા વોટ્સએપ, અને ગુગલ ડ્યુઓ મારફત ટેકનોલોજીનો ઉપયોગ કરી વિડિયો કોલીંગ કરી શ્રી સોમનાથ મંદિર માં જ્યાં યાત્રીકોને પુજાવિધિનો સંકલ્પ કરાવવામાં આવે છે, તે સ્થળે થી ઇ-સંકલ્પ કરાવી  ડીઝીટલ માધ્યમથી ભક્તોને ભગવાનથી જોડવાનો અનેરો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્વારા પુજાવિધિ નોંધાવનાર નો અગાઉથી સંપર્ક કરી ચોક્કસ સમય નક્કી કરી તેઓને વિડિયો કોલીંગથી ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. લોકડાઉનના સમયમાં લોકોને ઘરેબેઠા પુજાવિધિનો સંકલ્પ કરાવી મંદિરમાં પુજાવિધિ કરાવી શકે તેવા શુભાશયથી ટ્રસ્ટના આઇ.ટી. ટીમ, પી.આર.ઓ તેમજ મંદિરની ટીમ દ્વારા જનરલ મેજેનજરશ્રી તેમજ માન.ટ્રસ્ટી સેક્રેટરીશ્રીના માર્ગદર્શન હેઠળ આ ડીઝીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. 
    સર્વેને લોકડાઉન દરમ્યાન “ઘરમાં રહો, સુરક્ષીત રહો” તેમજ સરકારશ્રીની સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવા અપીલ છે.

મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

અભિનવ આટ્‌ર્સ કોચિંગ દ્વારા ‘રંગ રંગીલી કુદરત’ કેનવાસ પેઈન્ટિંગનું એક્ઝિબિશન શરૂ

aapnugujarat

વર્તમાન વર્ષમાં ડિસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન ધ્વારા વડોદરા જિલ્લાના ખનીજક્ષેત્ર અસરગ્રસ્ત ગામોમાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કામોનું આયોજન થશે

aapnugujarat

નંદાસણના યુવાનને અમેરિકા જવાનું કહી અપહરણ કરી પણજી ના જંગલ માં ગોંધી રાખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1