Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા માં ચાલતી VSSM સંસ્થા ની સરાહનીય કામગીરી…

કોરોના ના કાળ માં ગરીબો ના મુખ ને સ્મિત આપતી VSSM સંસ્થા…..

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર,બનાસકાંઠા

સમગ્ર ગુજરાતમાં કોરોના નો હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે દિન પ્રતિદિન કોરોના ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ નિર્ણયો લઈ કોરોના ને ડામવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .જો.કે વિવિધ સંસ્થાઓ દ્વારા માનવતા જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા માં ચાલતી એક vssm સંસ્થા જે કોરોના ના કાળ માં ગરીબોને સ્મિત આપી રહી છે વાત કરીએ આ સંસ્થા વિશેની તો બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં નિરાધાર , વિધવા, વિકલાંગ, તેમજ જરૂરિયાત મંદ પરિવારોને કિટો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.બનાસકાંઠા જિલ્લા ના તમામ તાલુકા માં વિચરતા સમુદાય સમર્થન મંચના કાર્યકર નારણભાઈ રાવળ દ્વારા જરૂરિયાત મંદોને કીટ આપવામાં આવી રહી છે.આ સંસ્થા બનાસકાંઠા જિલ્લાના નાનામાં નાના ગામડા સુધી જરૂરિયાતમંદ પરિવારો ને મદદ કરી રહી છે.આ સેવાકીય કાર્ય માં ઈશ્વર ભાઈ રાવળ, ભુપેશ ત્રિવેદી, વિક્રમ સિંહ ઝાલા, સહિત લોકો આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. જો કે જિલ્લા ના કોઈ પણ વિસ્તાર માં જરૂરિયાત ઉભી થાય તો જિલ્લા વહીવટી તંત્ર સેવાભાવી સંસ્થાઓ, સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા લોકો અને VSSM સંસ્થા સાથે મળી કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ સંસ્થા દ્વારા નિરાધાર લોકો ને ડોર ટુ ડોર જઈ ને ૫ કિલો લોટ,૧ કિલો મગ દાળ,૧ કિલો ચણા દાળ,૧ કિલો તેલ,૧ કિલો ગોળ,૨ કિલો બટાટા,૩ કિલો ચોખા ,મીઠું,હળદર, મરચું સહિત કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ખરેખર VSSM સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી બિરદાવાલાયક છે…..

Related posts

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્‌

editor

ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના

aapnugujarat

ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1