Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ટ્રમ્પ સાથે વર્ક વિઝા પર વાતચીત કરી શકે છે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એચવનબી વિઝા મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે.
સરકારના એક અધિકારીના કહેવા પ્રમાણે મોદી અને ટ્રમ્પની વચ્ચે મુલાકાત દરમિયાન જે મુદ્દા પર વાતચીત થવાની છે તેમાં વર્ક વિઝાનો મુદ્દો સામેલ થઈ શકે છે.અમેરિકી સરકારે તેવા દેશો સાથે વ્યાપાર નીતિની સમીક્ષા શરૂ કરી છે, કે જેમની સાથે તેમનું ટ્રેડ બેલેન્સ વિપરીત છે. અને ભારત આ યાદીમાં નવમાં સ્થાન પર છે. તો શું પીએમ મોદી અમેરિકી પ્રવાસ દરમિયાન ટ્રમ્પ સામે એચવનબી નો મુદ્દો ઉઠાવશે. આ સવાલના જવાબમાં વાણિજ્ય સચિવનું કહેવું હતું કે હું તે ન કહી શકું તે કયા મુદ્દા પર ચર્ચા થવાની છે.
હા વાતચીતના અનેક મુદ્દામાનો આ એક મુદ્દો છે. પણ આ એક મુદ્દો નથી, પણ ચર્ચા થશે ત્યારે એચવનબીના મુદ્દે વાતચીત થશે.અત્રે નોંધનીય છે કે મોદીની અમેરિકી યાત્રા ૨૫ અને ૨૬ જૂન દરમિયાન થવાની છે. ભારતે એચવનબીનો મુદ્દો અમેરિકાની અધિકારીઓ સામે અનેકવાર ઉઠાવ્યો છે.
વીઝા નીતિને સરળ બનાવવા રજૂઆત કરી છે. કારણ કે ભારતીય કંપનીઓ અમેરિકાની ઈકોનોમીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એચવનબી વીઝા પ્રોગ્રામ ૧૯૯૦માં શરૂ કરવામાં આવ્યો હતો. તે અનુસાર અમેરિકી કંપનીઓ એન્જિનિયરીંગ અને આઈટી જેવા કેટલાક ખાસ પ્રોફેશનમાં સ્ટાફની અછત પુરી શક્યાં છે.

Related posts

भारत में हमलों की तैयारी में अल कायदा : युएन

aapnugujarat

ચીનમાં વિનાશક ધરતીકંપથી નુકસાન : ૧૯ના મોત

aapnugujarat

लंदन में भारत-पाक के बीच ‘ऑफ-द-कट’ बातचीत की संभावना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1