Aapnu Gujarat
ગુજરાતબ્લોગ

કવિતા સંગ્રહ : નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

નિકળ્યા જો ઘરની બહાર
તો કોરોના અવશ્ય ડંકશે.
રહેશો જો કાયમ ઘરની અંદર
તો કોરોના નહિ આવે ઓરો.
લોકડાઉનનું કરો સંપુર્ણ પાલન
માનવી છો તો માનવની ફરજ નિભાવો.
નાનકડી ભુલની સજા મળશે વિકરાળ
મહામારી ભોગવવી પડશે બની લાચાર.
હજુ પણ સમય છે સાનમાં સમજી જાવ
અન્યથા ભોગવવું પડશે ભયંકર પરીણામ.
વાયરસ કોરોના થયો છે વાયરલ
ચેતીને રહેજો નહિ તો થશો ઘાયલ.
ઘરમાં જ રહો ને સંપુર્ણ સલામત રહો
“નીલ” પરીવારજનો સાથે કરતા રહો કિલ્લોલ.

  • નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

હાથ જોડીને કહુ છું તમને
દુરથી કરો સૌ નમસ્કાર.
સાબુથી ધોવો વારંવાર હાથ
પરીવારને આપો સંપુર્ણ સાથ.
ભીડભાડથી રહો કાયમ દુર
જ્યાં છો ત્યાં જ રહો સલામત.
થુંકવુ નહિ ક્યારેય જાહેરમાં
આ છે મોટા પુણ્યનું કામ.
છીંક કે ખાશી ખાતી વખતે કાઢો રૂમાલ
હસતા રહો ઘરમાં રહો તમામ.
કોરોનાથી બચવા કરો આટલુ કામ
“નીલ” ઘરમાં રહી રાખો પરીવારનું ધ્યાન.

  • નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

નોવેલ કોરોના વાયરસ
ખુબ ઘાતક બની રહ્યો છે રોગ.
પ્રાણીઓથી માણસમાં આવ્યો
ને માણસ થી માણસમાં ફેલાયો રોગ.
તાવ, શરદી ને ખાંશીની તકલીફ
શ્વાસની તકલીફ ને છાંતીમાં દુઃખાવો.
આ બધા છે કોરોના વાયરસના લક્ષણ
ચેપી વ્યક્તિના સંપર્કથી થાય છે રોગ.
જો જોવા મળે આવા કોઇ લક્ષણો
તરત કરો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક.
મહારોગ આવ્યો છે વિકરાળ
“નીલ” સાવચેતી જ છે તેનો ઇલાજ.

  • નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

ચારે બાજુ જોવા મળી રહ્યો છે
નોવેલ કોરોના વાયરસનો કહેર.
દવાખાનાઓ ઉભરાઇ ગયા છે
દર્દીઓ આવી રહ્યા છે પારાવાર.
નાનકડી ભુલોનું આવુ માઠુ પરીણામ
મરી રહ્યા છે લોકો બની લાચાર.
લોકડાઉનનું કરવુ ઉલ્લંઘન
ભારે પડી રહ્યુ છે દુનિયાને આજે.
ડોક્ટર પોલીસ ને પત્રકાર
બન્યા છે સૌના આધાર.
ઘરમાં જ રહો ને સ્વસ્થ્ય રહો
“નીલ” ફક્ત આ જ છે એક ઉપાય.

  • નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

દેવદુત બનીને આવ્યા છે ડૉક્ટર
રક્ષણની જવાબદારી નિભાવી રહી છે પોલીસ.
સફાઇ સૌનિકોનું યોગદાન નથી ઓછું
વહિવટી તંત્ર બન્યુ છે સુસજ્જ.
નોવેલ કોરોનાનો કહેર ડામવા
ભરવા પડ્યા છે આકરા કદમ.
સહકાર આપવાનો આવ્યો છે સમય
તંત્રને મુક્તમનથી કામ કરવા દો.
નોવેલ કોરોના સામેની લડાઇ
ઘરમાં રહેવુ એ છે શ્રેષ્ઠ હથીયાર.
ઘરનો ઉંમરો પણ પાર કરશો નહિ
“નીલ” ઘરમાં રહો, કોરોનાથી ડરશો નહી.

  • નીલકંઠ બી વાસુકિયા “નીલ” (વિરમગામ)

Related posts

દક્ષિણ ગુજરાત યુનિ.ખાતે સેકટર સ્પેસિફિક રોજગાર ભરતી મેળો યોજાયોઃ ૩૧૦૦ રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ

editor

Leave a Comment

UA-96247877-1