Aapnu Gujarat
ગુજરાત

ચલામલી ગામનાં બાઈક સવાર અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા બંને યુવકોનું ઘટનાસ્થળે મોત..

છોટાઉદેપુર..

ચલામલી ગામનાં બાઈક સવાર અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા બંને યુવકોનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત..

ભારત દેશ સહિતના તમામ રાજ્યના શહેરો-ગામડાઓમાં લોકડાઉંનનો ચુસ્તપણે પોલીસ ઘ્વારા પાલન કરાવવામાં આવી રહ્યું છે બીજી તરફ લોકો પોલીસને અનેક ખોટા બહાના બતાવી ચકમો આપી પોતાના વાહનોને ગફલતભર્યું હંકારીને રોડ અકસ્માત સર્જી રહ્યાના બનાવો વધ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામના તડવી ફળિયામાં ખેત મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા યુવકોનું ભીલવાણીયા-ઉનડા ગામની વચ્ચે મોડી સાંજે કોઈ અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા મોટરસાઇકલ પર સવાર યુવકો રોડની બાજુમાં જમીન પર પટકાતા માથાના ભાગે વધુ ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અજાણ્યા વાહનચાલક ઘટનાસ્થળેથી પોતાનું વાહન લઈને ભાગી ગયો હતો બોડેલી પોલીસે ઘટનાસ્થળે આવી બંને યુવકોને પોસમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથધરી છે
મળતી પ્રાપ્ત વિગતાનુસાર ચલામલી ગામે તડવી ફળિયામાં રહેતા કિરણભાઈ શંકરભાઇ તડવી ગતરોજ સાંજે પોતાની મોટરસાઇકલ નંબર GJ34 D 3824 લઇ ફળિયામાં જ રહેતા પોતાના મિત્ર મહેન્દ્રભાઈ તડવી સાથે કામ અર્થે બહાર નીકળ્યો હતો મોડી સાંજે આશરે 9 વાગ્યાની આસપાસ ભીલવાણીયા-ઉનડા ગામની વચ્ચે કોઈ અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા બંને યુવકો રોડની બાજુમાં જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અશ્વિનભાઈ સરવૈયા,ચલામલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદાર ભરતભાઈ રાઠવા સહીત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી બંને યુવકોને પોસમોર્ટમ અર્થે મોકલી પીએસઆઇ અશ્વિનભાઈ સરવૈયાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આગળની તપાસ હાથધરી છે આમ ચલામલી ગામે એક જ ફળિયાના બે યુવકોનું અકસ્માતમાં મોત નિપજતા ગામ હીબકે ચઢ્યું છે

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

સરખેજથી ચિલોડા નેશનલ હાઇવે ઉપર હવે ટોલટેક્સ નહીં વસૂલાય

aapnugujarat

“મારું ગામ -કોરોના મુક્ત ગામ” અભિયાનનો રાજ્યવ્યાપી ઈ-પ્રારંભ

editor

હેરિટેજ સમાન ટાઉનહોલ નવ કરોડના ખર્ચે રિનોવેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1