Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારી અંતિમ તબક્કામાં

અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઇન જોરદાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પુરતા પગલા લેવામાં આવ્યા છે. જોરદાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી કાઢવા માટેની રણનિતી તૈયાર કરી લેવામાં આવી છે. બીજી બાજુ આાગામી દિવસોમાં પેટ્રોલિંગ અને કોમ્બિગ ઓપરેશનને વધારે તીવ્ર કરવામાં આવે તેવી શક્યતા છે. ૨૫મી જૂનને રવિવારના રોજ શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમયે બીઆરટીએસના કેટલાક રૂટોના માર્ગમાં ફેરફાર કરવાની સાથે છ જેટલા રૂટ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવસે એએમટીએસના પણ રથયાત્રાના રૂટો ઉપર અસર પડશે અને રૂટ ડાયવર્ટ કરવામાં આવશે.આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.હર્ષિત ગોસાવીએ કહ્યુ છે કે,મણિનગરથી સોલા ભાગવત, આરટીઓ સર્કયુલર, આરટીઓ એન્ટી સર્કયુલર, ઝુંડાલથી નારોલ,ઓઢવથી એમ.જે લાયબ્રેરી,અને નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા રૂટ દિવસ દરમિયાન બંધ રાખવામાં આવશે.આ ઉપરાંત ઓઢવથી સાયન્સ સીટી એપ્રોચના રૂટના બદલે સોલા ભાગવતથી સરકારી લીથોપ્રેસ અને ઓઢવ રીંગ રોડ તેમજ ઝુંડાલથી કોમર્સ છ રસ્તાના રૂટને ઝુંડાલ સર્કલથી વિશ્વકર્મા કોલેજ થઈ કોમર્સ છ રસ્તા સુધી દોડાવવામાં આવશે.આ સાથે આરટીઓથી મણિનગર, આરટીઓથી હાટકેશ્વર, મણિનગર સ્ટેશનથી ઘુમા ગામ , નારોલથી નરોડા, વાસણા ગામથી નરોડા ગામ સુધીના રૂટ રાબેતા મુજબ દોડાવવામાં આવશે.આ ઉપરાંત રવિવારના રોજ રથયાત્રાના રૂટો ઉપર દોડાવવામાં આવતા અંદાજે ૧૬થી વધુ રૂટો પર ૮૮ બસો ડાઈવર્ટ કરવાની અથવા તો ટૂંકાવવાની ફરજ પડશે.

Related posts

રત્નકલાકારોએ વતનની વાટ પકડી

editor

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેતી વટહુકમના વિરોધમાં આવેદનપત્ર સોંપ્યુ

editor

દિનેશ પ્રજાપતિ અને રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં

editor

Leave a Comment

UA-96247877-1