Aapnu Gujarat
ગુજરાત

યોગ તો આરોગ્ય સાચવવાની ઝીરો કોસ્ટ થેરેપી છે :  પુરુષોત્તમ રૂપાલા

ત્રીજા વિશ્વ યોગ દિવસે વાદળ છવાયેલા અને આછેરા વરસાદી વાતાવરણમાં વડોદરા શહેર-જિલ્લો યોગમય બની ગયો હતો. ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વિશાળ જન સમુદાયની સાથે યોગાભ્યાસ કર્યો હતો. યોગ તો આરોગ્ય સાચવવાની ઝીરો કોસ્ટ થેરેપી છે એવી લાગણી વ્યક્ત કરતાં કૃષિ રાજય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે વિના ખર્ચે મન અને તનની તંદુરસ્તી સાચવવા માટે અબાલવૃદ્ધ સહુએ યોગ અપનાવવો જ રહ્યો. એક અંદાજ પ્રમાણે આજે જગતના ૨૦૦ જેટલા દેશોના લોકોએ યોગ સાધના દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો.

સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે, યોગ દિવસમાં લખનૌ ખાતે લોકો સાથે જોડાયેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથના પ્રવચનના જાહેર પ્રસારણ પછી આર્ટ ઓફ લીવીંગના શ્રી અમર મહેતાએ આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારીત કરાયેલ પ્રોટોકોલ અનુસાર યોગાભ્યાસ કરાવ્યો હતો.

કૃષિ રાજય મંત્રીની સાથે સમા ખાતે મેયરશ્રી ભરતભાઇ ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડીયા, સૌરભભાઇ પટેલ, મનિષાબહેન વકીલ, અન્ન આયોગના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, વુડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ, પક્ષ પદાધિકારીશ્રી ભાર્ગવ ભટ્ટ, શબ્દશરણ બ્રહમભટ્ટ, મ્યુનીસીપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને નગર સેવકોએ યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે મ્યુનીસીપલ કમિશનર ડો. વિનોદ રાવ, જિલ્લા કલેકટર પી.ભારતી, જિલ્લા વિકાસ અધિકારી સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા ડો.સૌરભ તોલંબીયા, નાયબ મ્યુનીસીપલ કમિશનરશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત શહેર-જિલ્લાના પ્રશાસનના ઉચ્ચાધિકારીઓએ યોગ કર્યો હતો.

વિશ્વ યોગ દિવસે વડોદરામાં યોગાભ્યાસના મળેલા અવસર અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું કે યોગ એ ભારતની અતિ પ્રાચીન પરંપરા છે, ખૂબજ ઉપયોગી વિધા છે જેને પ્રધાનમંત્રીશ્રીની સંનિષ્ઠાથી વિશ્વએ આરોગ્ય રક્ષાના વારસા તરીકે માન્યતા આપી છે. આજે વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો છે. ભારતના યોગ વારસાની કડીથી આજે જગત આખુ પરસ્પર જોડાઇ રહ્યું છે. તેમણે જગત યોગમય બનવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. શહેર જિલ્લામાં ૧૬૦૦ થી વધુ સ્થળોએ યોજાયેલા જાહેર યોગાભ્યાસમાં વિદ્યાર્થી સમુદાય ખૂબજ ઉત્સાહ પૂર્વક જોડાયો હતો. ઉર્મિ સ્કુલ તેમજ ગુજરાત પબ્લીક સ્કુલ દ્વારા કરવામાં આવેલા આયોજન પ્રમાણે અંદાજે આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓએ યોગ સાધના કરી હતી. ઉર્મિ સ્કુલ  ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને યોગાભ્યાસમાં જોડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related posts

एपीएमसी-श्रेयस क्रोसिंग रास्ता दिपावली बाद रिसरफेस होगा

aapnugujarat

ગુજરાત ચૂંટણીને લઇ એકઝીટ પોલ તારણોને કોંગ્રેસે ફગાવ્યા

aapnugujarat

દેશમાં યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરની કોઇ જ અછત નથીઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1