Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુ પરિવારની બેનામી સંપત્તિ વિશે ભાજપના સુશીલ કુમાર મોદીએ કર્યો મોટો ઘટસ્ફોટ

બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ લાલુ પરિવારની બેનામી સંપત્તિ અંગે આજે ફરીથી આરોપ લગાવ્યો હતો. રાજધાની પટનામાં રાબડી દેવીનાં નામે ૧૮ ફ્લેટ હોવાનું તેમણે જણાવ્યું હતું. સુશીલ મોદીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે લાલુ પરિવારની બેનામી સંપત્તિને જપ્ત કરવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. સુશીલ મોદીએ આજે કહ્યું હતું કે રાજધાની પટનામાં પૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવીનાં નામે ૧૮ ફ્લેટ છે.
સુશીલે કહ્યું હતું કે આ તમામ ૧૮ ફ્લેટ ૧૮,૬૫૨ ચોરસ ફીટમાં બનેલા છે. તેમણે કહ્યું હતું કે માર્કેટમાં તેની કિંમત ૨૦ કરોડ રૃપિયાથી પણ વધુ છે. સુશીલ મોદીએ સવાલ ઉઠાવતા કહ્યું કે શું તેઓ પોતાને ગરીબોના મસીહા કહેતી રાબડી દેવી પાસે આ ફ્લેટ આવ્યા કઇ રીતે ?
સુશીલ મોદીએ કહ્યું હતું કે ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન લાલુ યાદવ રેલવે મંત્રી હતા, આ દરમિયાન તેમણે લોકોને રેલવેમાં નોકરીની લાલચ આપીને ઘણી જમીન લખાવી લીધી હતી. સુશીલ મોદીએ વધુમાં કહ્યું હતું કે નોકરીના નામે લાલુએ સગુના મોડની પાસે જલાલપુર અને શેખપુરામાં જમીન પોતાના નામે કરાવી લીધી હતી.
લાલુ પાસે કુલ ૩૫ ડિસમિલ જમીન છે. રંજન પથ શેખપુરાની જમીનના માલિક મનોજ કુમારને લાલુએ રેલવેમાં નોકરી આપી હતી એ બાદ તેની અવેજમાં મળેલી જમીન શ્રેયા કન્સ્ટ્રક્શન કંપનીને સોંપી દીધી હતી. જમીન પર બનેલા ૩૬ ફ્લેટમાંથી શ્રેયાની પાસે ૧૮ અને રાબડી દેવીના નામે ૧૮ ફ્લેટ છે.સુશીલ મોદીએ કહ્યું છે કે આ લેણદેણમાં ક્યાંય પણ પૈસાનો ઉલ્લેખ નથી. જમીન લેવા માટે લાલુ તરફથી પૈસા ચૂકવાયાનો ઉલ્લેખ નથી. રાબડી અને લાલુના ખાતાં બિહારના વિવાદાસ્પદ અને કૌભાંડી આવામી કોઓપરેટિવ બેંકમાં છે. આવામી બેંકમાં ખાતું ખોલવાનું રહસ્ય શું ?પટનામાં એક દસ ફ્લેટવાળું એપાર્ટમેન્ટ લાલુ યાદવની માતાના નામે છે. મરછિયા દેવી એપાર્ટમેન્ટની જમીનના પૈસાનું ચુકવણું આવામી બેન્કના પૈસાથી અનવર અહમદના નામની વ્યક્તિએ કર્યું છે. અનવર લાલુને ત્યાં કબાબ બનાવવાનું કામ કરતો હતો, તેની અવેજમાં તેેને એમએલસી બનાવ્યો હતો.

Related posts

देश को करतारपुर कॉरिडोर समर्पित करना मेरा सौभाग्य : पीएम मोदी

aapnugujarat

दालों की महंगाई पर सरकार एक्शन में, 4 लाख टन अरहर दाल का करेगी इम्पोर्ट

aapnugujarat

ભારતના જીડીપી રેટમાં ૨૦૨૧માં ૫ ટકા વૃદ્ધિ જોવા મળશે : યુએન રિપોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1