Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

બાંગ્લાદેશની લેખિકા તસ્લિમા નસરીનનો વિઝા એક વર્ષ માટે લંબાવાયો

તસ્લિમા નસરીનને તેની સામેના એક ખોટા ફતવાને કારણે ભારતમાં રહેવું પડે છે. ભારતને બીજું ઘર કહે છે. કેન્દ્રના ગૃહ મંત્રાલય જુલાઈ, ૨૦૧૭થી અમલી બને તેવો નવો વિઝા આપ્યો છે જે એક વર્ષ માન્ય રહેશે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે નવા વિઝાની મંજૂરી આપી દીધી છે.૧૯૯૪માં નવલકથા ‘લજ્જા’ના પ્રકાશનથી કટ્ટરપંથીઓ ઉશ્કેરાયા હતા અને તેને દેશ છોડવો પડયો હતો. આ નવલકથામાં બાબરી તૂટયા બાદ બાંગ્લાદેશમાં થયેલાં રમખાણોનું ચિત્રણ છે. વ્યવસાયે તસ્લિમા ડોક્ટર છે. અમેરિકા-યુરોપ જાય પણ છે. પણ બાંગ્લાદેશ બાદ ભારત બંગાળમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંગાળી સભ્યતા-સંસ્કૃતિ વચ્ચે તેમને રહેવું હતું. ૨૦૦૭માં કટ્ટરપંથીઓના વિરોધ બાદ તેમને કોલકાતા છોડવું પડયું.તસ્લિમાનો જન્મ બાંગ્લાદેશમાં જ થયો હતો. તેમણે કાવ્યો લખ્યાં છે, આત્મકથા લખી છે. તેમની રચનાઓ અને કૃતિઓનો કટ્ટરપંથીઓએ તીવ્ર વિરોધ કર્યો છે. આત્મકથામાં એક પ્રસંગ પણ દૂર કરવો પડયો હતો.

Related posts

ભાજપ સરકારે ટીવી પર સૌથી વધુ એડ આપી

aapnugujarat

Cabinet approves umbrella scheme of Modernisation of Police Forces

aapnugujarat

ભાજપ ઘોષણાપત્ર : નાના ખેડુત, દુકાનદારને પેન્શનનું વચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1